હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ

શું તમને એ વાતની ફરિયાદ રહે છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા, સ્પીડ અથવા વેલિડિટી આપવાનો જે વાયદો કરે છે તેમાં ગરબડી કરે છે, તો તમારી ફરિયાદ ટેલિકોમ રેગુલેટર TRAI એ સાંભળી લીધી છે.

હવે ગ્રાહકોને કંફ્યૂઝ કરી શકશે નહી ટેલિકોમ કંપનીઓ, TRAI એ કર્યું આ કામ

નવી દિલ્હી: શું તમને એ વાતની ફરિયાદ રહે છે કે ટેલિકોમ કંપનીઓ ડેટા, સ્પીડ અથવા વેલિડિટી આપવાનો જે વાયદો કરે છે તેમાં ગરબડી કરે છે, તો તમારી ફરિયાદ ટેલિકોમ રેગુલેટર TRAI એ સાંભળી લીધી છે. TRAI એ ટેરિફ પ્લાનની જાહેરાતોને લઇને નવા નવા નિયમ જાહેર કર્યા છે. જેમાં સબ્સક્રાઇબર્સને તેમની ઓફર્સને લઇને પુરી જાણકારી મળી શકે છે અને પારદર્શિતા પણ આવશે. 

નવા નિયમોની કેમ જરૂર પડી?
મોટાભાગે ટેલિકોમ ગ્રાહકોને કંપનીઓની ઓફર્સ વિશે પુરી અને સાચી જાણકારી મળી શકતી નથી, જેથી તે ખોટો પ્લાન સિલેક્ટ કરી લે છે. TRAI એ આ જાહેરાતો માટે નિયમો પર કહ્યું છે કે 'એવું જોવા મળ્યું છે કે ટેલિકોમ કંપનીઓના હાલની પારદર્શિતા નથી, કેટલીક કંપનીઓ વધારાની શરતોને સારી બતાવતી નથી, અથવા તો એ પ્રકારે બતાવે છે કે જેથી જરૂર જાણ્કારીઓ ક્યાંય ખોવાઇ જાય છે અથવા ગ્રાહકો માટે અપારદર્શી અને સમજથી બહાર હોય છે. 

નવા નિયમો અનુસાર ટેલિકોમ ગ્રાહકોને ઓફર્સની શરતોને સમજવામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ન થાય, એટલા માટે ટેલિકોમ કંપનીને ભાષાને એકદમ સરળ રાખવી પડશે. એક નજર TRAI તરફથી જાહેર કરવામાં આવેલી શરતો પર

ટેલિકોમ કંપનીઓને જણાવવું પડશે
1. તમામ પ્રકારના પ્રીપેડ પ્લાનમાં મળનાર વોઇસ કોલ, ડેટા અને એસએમએસ વિશે સ્પષ્ટ જાણકારી આપવી પડશે.
2. જણાવવું પડશે કે ક્યારે, ક્યાં કેટલી મિનિટ કોલિંગ કરી શકાશે અને દરરોજ કેટલા એસએમએસ મોકલી શકાશે.
3. પ્લાન ખતમ થયા બાદ ડેટાની સ્પીડ શું હશે. તેના વિશે પણ જણાવવું પડશે.
4. પોસ્ટપેડ સેવાઓના કેસમાં પ્લાનની કિંમત, રેન્ટલ, સિક્યોરિટી ડિપોઝિટ અને કનેક્શન ફીની જાણકારી આપવી પડશે. 
5. ટેરિફ પ્લાનની અવધિ અને બિલની ચૂકવણીની અંતિમ તારીખ વિશે સ્પષ્ટ જણાવવું પડશે. 
6. બંડલ ટેરિફ પ્લાન છે તો ગ્રાહકોને એ જણાવવું પડશે કે તેમાં નોન ટેલિકોમ સેવાઓ કઇ-કઇ છે. 
7. આ ઉપરાંત ડેટા, કોલિંગ અને એસએમએસ વિશે પણ જાણકારી આપવી પડશે. 
8. જો નોન ટેલિકોમ સેવાઓ માટે શુલ્ક લેવામાં આવી રહ્યા છે તો તે પણ બતાવવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news