covid 19

ગુજરાતના મંત્રી રમણ પાટકર કોરોનાની ઝપેટમાં આવ્યા

નેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે ગેનીબેન ઠાકોર બાદ હવે આજે રાજ્યકક્ષાના વન પ્રધાન રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 

Jul 8, 2020, 10:06 AM IST

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં વળી પાછા ઢગલો નવા કેસ, મૃત્યુના આંકડા પણ ડરામણા

સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 22,752 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 482 દર્દીઓએ કોવિડ 19 (Covid-19) થી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 7,42,417 પર પહોંચી છે. જેમાંથી 2,64,944 એક્ટિવ કેસ છે. જ્યારે 4,56,831 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 20,642 દર્દીઓના મૃત્યુ થયા છે. 

Jul 8, 2020, 09:57 AM IST

આખરે WHOએ સ્વીકાર્યું, હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ

અગાઉ WHO આ વાતને સ્વીકારવા તૈયાર નહતું પરંતુ કેટલાક ખાસ કેસ અને એ વાતના નક્કર પુરાવાની ચકાસણી કર્યા બાદ હવે તેણે આ અંગે એક નિવેદન આપ્યું. 

Jul 8, 2020, 09:12 AM IST

WHOથી અલગ થઈ ગયું અમેરિકા, ટ્રમ્પ સરકારે પત્ર લખીને કહી દીધુ 'અલવિદા'

અમેરિકા હવે સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નો સભ્ય દેશ રહ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે WHOને આ અંગે પોતાનો લેખિત નિર્ણય પાઠવી દીધો છે. WHO અને અન્ય દેશો માટે આ એક જબરદસ્ત મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ સરકારે કોરોના વાયરસ મહામારીના પગલે આરોપ લગાવ્યો હતો કે WHO ચીનને આધિન રહીને કામ કરી રહ્યું છે. આ સાથે જ એપ્રિલ મહિનાથી અમેરિકી સરકારે WHOને ફંડિંગ કરવાનું બંધ કરી દીધુ હતું. 

Jul 8, 2020, 08:26 AM IST

કોરોના ઈફેક્ટ : ધોરાજીમાં સવારે 8 થી 1 સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે

કોરોનાને કાબૂ લેવા માટે હવે ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગકારો સપોર્ટ કરી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વેપારીઓ ધંધારોજગારના સમયમાં અંકુશ લાવી રહ્યાં છે. જે મુજબ, ધોરાજીમાં સવારે 8 થી બપોરે 1 સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે. 8 દિવસ સુધી રહેશે આ નિર્ણય લાગુ રહેશે તેવો વેપારીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.

Jul 8, 2020, 08:24 AM IST

કોરોનાકાળમાં અમેરિકાથી ભારત સહિત અનેક દેશના વિદ્યાર્થીઓ માટે આવ્યાં ખરાબ સમાચાર 

કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે અમેરિકા (America) થી ખરાબ સમાચાર આવ્યાં છે. અમેરિકાએ સોમવારે સ્ટુડન્ટ વિઝા પાછા ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે જેમના તમામ ક્લાસ કોરોના વાયરસ (Corona Virus) ના કારણે ઓનલાઈન (Online Education) થઈ રહ્યાં છે તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

Jul 7, 2020, 12:57 PM IST

સુરતનું હાઈટેક કોવિડ સેન્ટર, દરેક બેડ પાસે કિટલી અને બાફ લેવાનું મશીન, દર્દીને ઝૂલવા માટે હિંચકા...

સુરતમાં જે રીતે કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તે જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે, ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે કંપનીને તાત્કાલિક મેસેજે મળી જશે. જેથી કંપની દ્વારા ટેન્કમાં ઓક્સિજન રિફીલિંગ કરવામાં આવશે. ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને ઓક્સિજન રિફીલિંગનો મેસેજ મળે છે. બે-ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે. હાલ ચાલી રહેલી કોવિડની મહામરીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 24 કલાકમાં 241 નવા દર્દી નોંધાયા હતા. તો આ સાથે જ કુલ આંકડો 6209 પર પહોંચ્યો છે. 

Jul 7, 2020, 12:06 PM IST

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 22 હજારથી વધુ કેસ, કુલ કેસનો આંકડો 7 લાખને પાર 

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ સતત વધી રહ્યાં છે. આંકડો 7 લાખને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22,252 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 467 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 7,19,665 કેસ થયા છે. જેમાંથી 2,59,557 એક્ટિવ કેસ છે જ્યારે 4,39,948 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં 20,160 લોકોના મૃત્યુ થયા છે. 

Jul 7, 2020, 10:04 AM IST

લોકડાઉન બાદ પહેલીવાર ખૂલ્યા પાવાગઢ મંદિરના દ્વાર, હેરિટેજ સાઇટ્સ પણ ખુલ્લી મૂકાઈ

જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈને ગુજરાતના  અનેક મંદિરો બંધ હતા, અને અનલોકમાં સમયાંતરે ખોલવામાં આવ્યા છે. પરંતુ પાવાગઢ મંદિરના દ્વાર હજી સુધી ભક્તો માટે ખોલાયા ન હતા. પરંતુ હવે લાંબા સમય બાદ પાવાગઢ નિજ મંદિરના દ્વાર ખૂલ્યા છે. શક્તિપીઠ પાવાગઢ દર્શનાર્થીઓ માટે આખરે ખુલ્લું મૂકાયું છે. કોરોના મહામારીને લઈ લોકડાઉન દરમિયાન યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. અંદાજીત સાડા ત્રણ માસ ઉપરાંતના સમયગાળા બાદ સરકારના નિયમો અનુસરી દર્શન માટે મંદિર શરૂ કરવામાં આવ્યું છે. 

Jul 7, 2020, 10:02 AM IST

અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ : 2 મહીના રીક્ષાઓ બંધ રહી, તો હવે ફરી બંધ ન પોસાય તેવું ચાલકોએ કહ્યું...

આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકો (Rikshaw strike) ને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની માફીની માગ ન સંતોષાતા આખરે હડતાળનો નિર્ણય કરાયો છે. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી. જોકે આજની હડતાળમાં કેટલાક રિક્ષાચાલક એસોસિએશન ન જોડાયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ભૂતકાળની જેમ આ વખતે પણ રીક્ષાચાલકોની હડતાળ અસફળ રહે તેવા  સંકેત લાગી રહ્યાં છે. અમદાવાદ રિક્ષા ચાલકોના બંધનમાં સમર્થનમાં અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા છે. 

Jul 7, 2020, 08:47 AM IST

રાજકોટમાં ફૂંફાડા મારતા કોરોનાને કન્ટ્રોલ કરવા કલેક્ટરનો મોટો નિર્ણય, ચા-પાનની દુકાનો પર....

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લોકડાઉન બાદ અનલોક 1 અને હવે અનલોક 2 માં એકાએક કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ ધોરાજી, જસદણ અને ગોંડલ તાલુકામાં જોવા મળી રહ્યા છે. આ માટે વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લઇ ખાસ ચા-પાનની દુકાનો પર લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે એક સપ્તાહ સુધી ચા-પાનની દુકાને એકઠા થવા બદલે પાર્સલ સુવિધાને જ છૂટ આપવામાં આવી છે. જ્યારે કે અન્ય વેપાર ધંધા દુકાનો સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

Jul 7, 2020, 07:47 AM IST

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ, 17ના મોત; 423 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 201 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 423 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Jul 6, 2020, 07:37 PM IST

ચેતવણી: કોરોના બાદ ચીનમાં વધુ એક રોગચાળાનું તોળાઈ રહ્યું છે જોખમ, તબાહી મચી શકે છે

હાલ ચીન (China) માં અનેક પ્રકારની મહામારી ફેલાઈ શકવાના સમાચાર સતત આવી રહ્યાં છે. હાલમાં જ સ્વાઈન ફ્લૂ ફેલાવવાના અહેવાલો વચ્ચે વળી પાછા એક ખરાબ સમાચાર આવ્યાં છે. ઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો એક સંદિગ્ધ કેસ સામે આવ્યાં બાદ અલર્ટ જારી કરાઈ છે. ચીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી. 

Jul 6, 2020, 10:40 AM IST

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસનો ફરીથી થયો મોટો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ કેસ

ભારત હવે દુનિયામાં કોરોના (Corona Virus) થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. રોજેરોજ જે રીતે કોરોનાના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. આજે પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા ચોંકાવનારા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 24,248 કેસ નોંધાયા છે જ્યારે 425 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ 6,97,413 કેસ નોંધાયા છે જેમાંથી 2,53,287 કેસ એક્ટિવ છે જ્યારે 4,24,433 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 19,693 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Jul 6, 2020, 09:34 AM IST

વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ

જો તમે ભીડભાડથી દૂર માસ્ક વગર ખુલ્લામાં એમ વિચારીને ફરતા હોવ કે તમે કોઈ બીજી વ્યક્તિના સંપર્કથી દૂર છો અને આવામાં કોરોના વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં તો સાવધાન થઈ જાઓ. દુનિયાભરના સેંકડો વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે કોવિડ-10નો આ ખતરનાક વાયરસ એરબોર્ન એટલે કે હવા દ્વારા પણ ફેલાય છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે નોવેલ કોરોના વાયરસના નાના નાના કણ હવામાં પણ જીવતા રહે છે અને તે લોકોમાં ચેપ ફેલાવી શકે છે. 

Jul 6, 2020, 08:16 AM IST

કોરોના વાયરસ: રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો

કોરોના વાયરસ (Coronavirus) મહામારીના સમયમાં રવિવારે ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યાં છે. ભારત હવે દુનિયાભરમાં COVID-19થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ બાદ રશિયાનો નંબર હતો પરંતુ હવે રશિયાને પછાડીને ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

Jul 6, 2020, 07:22 AM IST

દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.11 કરોડને પાર, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.11 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.29 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ મહામારી સામે જંગ જીતી અત્યાર સુધીમાં 63.45 લાખ લોકો સાજા થયા છે.

Jul 5, 2020, 07:41 PM IST

ભરૂચમાં કોરોનાની ટ્રિપલ સેન્ચ્યુરી, માત્ર 15 દિવસમાં આંકડો 300 કેસ પર પહોંચ્યો

મોસમે કરવટ લેતા જ કોરોનાએ માથુ ઉંચક્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની ટ્રિપલ સેન્ચ્યુરી થઈ છે. આજે વધુ 15 પોઝીટીવ કેસ નોંધાયા છે. ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 2 અને જંબુસરમાં 6 કેસ વધ્યાં છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 309 પર પહોંચી ગઈ છે. 

Jul 5, 2020, 03:55 PM IST

#ImmunityConclaveOnZee: કોરોના વાયરસનો પીક આવવાનો હજુ બાકી- રણદીપ ગુલેરિયા

કોરોનાકાળ (Corona Virus) માં તમારા માટે સૌથી મહત્વપૂર્ણ તમારું સ્વાસ્થ્ય, તમારી હેલ્થ, અને ઈમ્યુનિટી ( Immunity) છે. જે અદ્રશ્ય દુશ્મન સામે દુનિયા લડી રહી છે તેને હરાવવા માટે સૌથી વધુ જરૂરી એ છે કે તમે શારીરિક અને માનસિક રીતે મજબુત બનો. આ માટે ZEE NEWS તમારા માટે ખાસ મહત્વપૂર્ણ કાર્યક્રમ ઈન્ડિયા ઈમ્યુનિટી E-CONCLAVE લાવ્યું છે. ImmunityConclaveOnZeeમાં  AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોનાનો પીક ટાઈમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે આવશે. દિલ્હી, મુંબઈ, જેવા વિસ્તારોમાં પીક અલગ સમયે આવશે. જો એક સમયે કોરોનાના કેસ ઓછા પણ થશે પરંતુ લોકડાઉન ખુલતા જ ફરીથી સેકન્ડ વેવ આવી શકે છે. આવું અમેરિકામાં પહેલા પણ થઈ ચૂક્યું છે. 

Jul 5, 2020, 03:42 PM IST

#ImmunityConclaveOnZee: આયુષ મંત્રીએ કહ્યું- 3 મહિનામાં આવશે કોરોનાની દવા

ZEE NEWSના કાર્યક્રમ ઇન્ડિયા ઇમ્યુનિટિ E-CONCLAVEમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, કોરોનાની દવા પર સંશોધન ચાલી રહ્યું છે. શ્રીપદ નાયકે કહ્યું કે, 6-7 સપ્તાહમાં સંશોધન પૂર્ણ થઈ જશે. આપણે જલદી કોરોનાને હરાવામાં સફળ થઈશું.

Jul 5, 2020, 03:41 PM IST