VIBRANT ગુજરાત: 4000 કરોડનું રોકાણ કરશે ફાર્મા કંપનીઓ, મળશે હજારો નોકરીઓ
ગુજરાત ફાર્મા કંપનીનો ગઢ ગણવામાં આવે છે. સૌથી વધુ ફાર્મા કંપની અહીં જ છે. વર્ષ 2000 માં પૂર્વોત્તર રાજ્યોને આર્થિક રીતે મદદ કરવા માટે ત્યાં ફાર્મા કંપનીને ટેક્સ ફ્રી હોલીડે આપવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતમાં ફાર્મા કંપનીઓની સંખ્યા નહી ઘટે.
Trending Photos
કેતન જોશી, અમદાવાદ: ગુજરાત ફાર્મા કંપનીનો ગઢ ગણવામાં આવે છે. સૌથી વધુ ફાર્મા કંપની અહીં જ છે. વર્ષ 2000 માં પૂર્વોત્તર રાજ્યોને આર્થિક રીતે મદદ કરવા માટે ત્યાં ફાર્મા કંપનીને ટેક્સ ફ્રી હોલીડે આપવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતમાં ફાર્મા કંપનીઓની સંખ્યા નહી ઘટે. 'વન નેશન વન ટેક્સ' લાગૂ થયા બાદ હવે ટેક્સના દર આખા દેશમાં એક સમાન છે.
સમાચાર એ છે કે દેશની મોટી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેની જાહેરાત થશે. આ કંપનીઓમાં સન ફાર્મા (Sun Pharma), એલમ્બિક ફાર્મા, અસ્ટ્રજેનેકા ફાર્મા અને દિશમાન ફાર્મા સામેલ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર એચ.જી.કોશિયાના અનુસાર ગુજરાતમાં મોટી ફાર્મા કંપનીઓ ટૂંક સમયમાં જ વિસ્તાર કરવા જઇ રહી છે અથવા તો નવા પ્લાન્ટ નાખવાની તૈયારીઓ કરી રહી છે.
આ કંપનીઓ કરશે રોકાણ
સન ફાર્મા: રૂપિયા 400 કરોડ
એલમ્બિક ફાર્મા: રૂપિયા 300 કરોડ
અસટ્રાજેનેકા ફાર્મા ઈન્ડિયા: રૂપિયા 300 કરોડ
દિશમાન ફાર્મા: રૂપિયા 150 કરોડ
260થી વધુ કંપનીઓએ કર્યો કરાર
અત્યાર સુધી 260થી વધુ કંપનીઓએ ગુજરાત સરકાર સાથે વિસ્તાર યોજના અથવા નવા રોકાણના કરાર કરવામાં આવ્યા છે. આ રોકાણનો આંકડો રૂપિયા 4000 કરોડથી ઉપર જતો રહ્યો છે. આ બધી પ્રક્રિયા ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે જ થઇ રહી છે કારણ કે જેટલા ફાર્મા પ્લાન્ટ છે તેમને ફૂડ ઈંડેક્સ વિભાગને માહિતગાર કરવાના હોય છે જો તે કોઇ નવા રોકાણ ઇચ્છે અથવા પ્લાન્ટ લગાવવા માંગે.
કેમ ગુજરાત છે મહત્વપૂર્ણ
દરેક ફાર્મા કંપની માટે ગુજરાત એક મહત્વપૂર્ણ રાજ્ય છે કારણ કે અહીં સસ્તા મેનપાવર છે, ઉદ્યોગ માટે સારું વાતાવરણ છે અને એક્સપોર્ટ કરવા માટે પોર્ટની સારી ફેસિલિટી છે. સાથે જ સમગ્ર દેશમાં સપ્લાઇ કરવા માટે ઇંસ્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. એટલા માટે ફક્ત ગુજરાતી દવા કંપની પાછી ગુજરાતમાં આવી છે. પરંતુ આખા દેશ અને દુનિયામાંથી ઘણા લોકો ગુજરાતમાં રોકાણ કરવા માટે ગત 1 વર્ષથી આવ્યા છે. જાપાન અને અમેરિકન દવા કંપની પણ તેમાં સામેલ છે.
ફાર્મા બિઝનેસ બે લાખ કરોડનો
આખા ભારતમાં ફાર્મા બિઝનેસ બે લાખ કરોડનો છે. ગુજરાતનો ભાગ અત્યારે 33% ટકા છે. 4000 નાના-મોટા ફાર્મા ઉત્પાદક અહીં ઉપલબ્ધ છે. ગુજરાતના ફાર્મામાં એક્સપોર્ટનો ભાગ પણ 28% છે. અહીંયા ફાર્મસી કોલેજ રિસર્ચ એન્ડ ડેવલોપર્સ સેંટર રિસર્ચ અને તેના સંલગ્ન મશીનરી ઉત્પાદક યૂનિટી છે. હવે આગામી 5 વર્ષમાં ગુજરાતનો ભાગ વધીને 42% થઇ જશે. સારા વાતાવરણના કારણે અને ટેક્સમાં એક સમાનતાના લીધે લોકો ગુજરાત દ્વારા પોતાની દવા ફેક્ટરી લગાવવા માટે આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે