YEAR ENDER 2018 : બિઝનેસ ક્લાસના આ ચર્ચિત ચહેરા બની ગયા 'ઠગ', ડુબાડી કંપની

YEAR ENDER 2018 : બિઝનેસ ક્લાસના આ ચર્ચિત ચહેરા બની ગયા 'ઠગ', ડુબાડી કંપની

ભારતીય ઉદ્યોગમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતિન અને ચેતન સંડેસરા જેવા કેટલાક બિઝનેસ મેન એવા રહ્યા છે જેની કામે 2018માં સમગ્ર ભારતીય ઉદ્યોગ જગત સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે. એટલું જ નહી તેની અસર રાજકીય ક્ષેત્રમાં પણ જોવા મળી. બેંકો સાથે અરબો રૂપિયાની છેતરપિંડી અને મની લોડ્રીંગના મામલે જાણીતા લીકર બિઝનેસમેન વિજય માલ્યા, જ્વેલરી બિઝનેસ મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ દેશના રાજકીય મહાભારતમાં પણ પક્ષ-વિપક્ષ વચ્ચે સતત ચાલનાર વાકયુદ્ધનું હથિયાર બની ગયા. 

માલ્યાના દાવાથી રાજકારણ ગરમાયું
વિજય માલ્યાએ દાવો કર્યો કે તે 2016માં ભારત છોડતાં પહેલાં નાણા મંત્રી અરૂણ જેટલીને મળ્યા હતા. તેના આ નિવેદનથી રાજકીય વાવાઝોડું સર્જાયું. અરૂણ જેટલીએ તેમના આ દાવાને નકારી કાઢ્યો. 

ગુજરાતની દવા કંપની સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના પ્રમોટર નિતિન અને ચેતન સંદેસરાના નામ પણ સામે આવ્યા. આ બંને 5000 કરોડની બેંક સાથે છેતરપિંડી અને નાદારી કેસમાં આરોપી છે. હાલ બંને દેશમાંથી ફરાર છે. લંડનની કોર્ટે માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી છે. જોકે વિજય માલ્યા હજુ આ આદેશ વિરૂદ્ધ અપીલ કરી શકે છે. આગામી વર્ષે જોવાનું રહેશે કેટલા કોર્પોરેટ જગતના દિગ્ગજ ભાગેડુ જાહેર થાય છે અને શું કાયદાનો સામનો કરવા માટે હકિકતમાં તેમને ભારત લાવવામાં આવશે. 

સિંહ બંધુ પણ રહ્યા ચર્ચામાં
ઉદ્યોગ જગતમાં 2018માં ફોર્ટિસ અને રેનબેક્સીના પૂર્વ પ્રમોટર સિંહ બંધુ ચર્ચામં રહ્યા. બંને ભાઇઓ વચ્ચે મતભેદ હવે મારઝૂડ સુધી પહોંચી ગયો. બંને એકબીજા પર મારઝૂડ અને બિઝનેસને ડૂબાડવાનો આરોપ લગાવી રહ્યા છે. તો બીજી તરફ સાઇરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવીને ટાટા અને મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલી જંગ પણ હજુ ચાલુ છે. આ લડાઇ હવે રાષ્ટ્રીય કંપની કાયદો ટ્રાયબ્યુનલ (NCLAT)ની મુંબઇ પીઠથી બહાર નિકળીને રાષ્ટ્રીય કંપની કાયદો અપીલ ટ્રાયબ્યુનલ  (NCLT)ના દરવાજે પહોંચી ગઇ છે. 

વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ સૌથી મોટો સોદો
આ બધા ડ્રામા વચ્ચે ભારતીય ઉદ્યોગ જગતમાં કેટલાક મોટા સોદા પણ થયા. તેમાં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટનું અધિગ્રહણ, હિંદુસ્તાન યૂનિલીવરનું ગ્લેક્સો સ્મિથક્લાઇન (જીએફકે) સાથે વિલય વગેરે સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news