BOX OFFICE પર કંગનાનો ધમાકો, પહેલા દિવસે થઈ આટલી કમાણી

અત્યાર સુધી રાણી લક્ષ્મીબાઈની કહાની નાના પડદા પર પ્રખ્યાત હતી, તેને કંગનાએ મોટા પડદા પર પોતાની દમદાર એક્ટિંગથી ઉતારી છે. 

BOX OFFICE પર કંગનાનો ધમાકો, પહેલા દિવસે થઈ આટલી કમાણી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મોસ્ટ એવેટેડ ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી ગણતંત્ર દિવસ પર  સિનેમાધરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના માધ્યમથી કંગનાએ ફેન્સને ગણતંત્ર દિવસ પર મોટી ભેટ આપી છે. લોકોને કંગનાની એક્ટિંગ ખૂબ પસંદ આવી રહી છે અને આ કારણે ફિલ્મએ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. અત્યાર સુધી રાણી લક્ષ્મીબાઈની કહાની જ્યાં નાના પડદા પર પ્રખ્યાત હતી, તેને કંગનાએ મોટા પડદા પર પોતાની દમદાર એક્ટિંગથી ઉતારી છે. 

પ્રથમ દિવસે 8 કરોડથી વધુની કમાણી
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8.75 કરોડ રૂપિયાની કમાણી કરીને સફળતા મેળવી છે. ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી શુક્રવાર (25 જાન્યુઆરી)એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબરોય, ડૈની અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે. 

રાધા કૃષ્ણ, જગરલામુડી અને કંગનાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ થઈ છે. દેશની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાનીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કહેવાય છે કે તેની આંખોમાંથી ક્રાંતિ અને ગુસ્સો વરસતો હતો અને ફિલ્મમાં તે ક્રાંતિ અને ગુસ્સો કંગનાની આંખોમાં જોવા મળે છે. ફિલ્મમાં કંગનાનો અભિયન અને નિર્દેશન શાનદાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news