આલિયાનું દિલ છે સોનાનું, કંગનાના આરોપોનો આપ્યો 'આ' જવાબ

કંગના રનૌતે હાલમાં આલિયા પર નિશાન સાધીને આરોપ લગાવ્યા હતા

આલિયાનું દિલ છે સોનાનું, કંગનાના આરોપોનો આપ્યો 'આ' જવાબ

મુંબઈ : રાણી લક્ષ્મીબાઈ પર બનેલી ફિલ્મ ''મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી''ની બોલિવૂડ દ્વારા અવહેલના કરવાનો વિવાદ ઉગ્ર થયો છે. આ મામલામાં કંગનાએ આલિયા સહિત બોલિવૂડના અનેક સ્ટાર્સ પર નિશાન સાધ્યું હતું. આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા આલિયાએ કહ્યું છે કે જો કંગના તેનાથી નારાજ છે તો તે પર્સનલી માફી માગશે. મને નથી લાગતું કે કંગના મને નાપસંદ કરે છે અથવા તો મેં સમજી વિચારીને તેને અપસેટ કરી હોય. જો મારાથી ભુલમાં એવું થયું હશે તો હું ચોક્કસપણે તેની માફી માગી લઈશ. 

કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે. કંગનાએ કહ્યું હતું કે આલિયા મને તેની ફિલ્મ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું અને મને એ જોવાની વિનંતી કરી હતી. ટ્રેલર જોયા પછી મેં મેઘના ગુલઝાર અને આલિયાને ફોન પણ કર્યો હતો. મારા માટે એ આલિયા કે કરણ જોહરની ફિલ્મ નહીં પણ સહમત ખાન નામની દેશ પર કુરબાન થનાર છોકરીની સ્ટોરી હતી. જોકે મારી ફિલ્મ વિશે કોઈએ બે શબ્દ પણ નથી ક્હ્યા. તેમને ડર છે કે જો તેવું કરશે તો કંગનાની ફિલ્મ કદાચ વધારે હિટ થઈ જશે. 

કંગનાએ આમિર ખાન અને ટ્વિન્કલ ખન્નાને પણ ટાર્ગેટ કર્યા છે. તેણે કહ્યું છેકે આમિર ખાને દંગલ દરમિયાન મને કોલ કર્યો હતો. મારા માટે આ ફિલ્મ મહિલા સશક્તિકરણની ફિલ્મ હતી. કંગનાએ ટ્વિન્કલ ખન્ના માટે કહ્યું છે કે મહિલા સશક્તિકરણ પર કલાકો સુધી કામ કરનાર લોકો હવે મણિકર્ણિકા જેવી આ વિષયની ફિલ્મ વિશે ચુપકિદી સાધી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news