ફિલ્મ 'Adipurush'એ રિલીઝ પહેલા જ મચાવી ધુમ! ચોંકાવી દેશે Advance Booking નો આંકડો

Adipurush ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોતા લાગે છે કે આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગનો આંકડો એટલો જબરદસ્ત છે કે તમે પણ જાણીને ચોંકી જશો. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ 'Adipurush'એ રિલીઝ પહેલા જ મચાવી ધુમ! ચોંકાવી દેશે Advance Booking નો આંકડો

Adipurush Advance Booking: પ્રભાસ અને કૃતિ સેનનની મેગા બજેટ ફિલ્મ 'આદિપુરુષ'ને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોની ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ તેનો લેટેસ્ટ પુરાવો છે. રવિવારે સવારથી જ આદિપુરુષ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં, ફિલ્મની ઝડપી એડવાન્સ બુકિંગ જોઈને લાગે છે કે આ ફિલ્મ તેની રિલીઝના પહેલા જ દિવસે જ હંગામો મચાવી શકે છે અને શાહરૂખ ખાનની 'પઠાણ' સહિત 'KGF 2'નો રેકોર્ડ તોડી શકે છે.

No description available.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'આદિપુરુષ'ની નેશનલ ચેઈન પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં લગભગ 18,000 હજાર ટિકિટ વેચાઈ છે. સાથે જ 25000 ટિકિટ બુક કરાવ્યા બાદ રાત્રે કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય નેશનલ ચેઈનમાં 35,000 વધુ ટિકિટો વેચાઈ હતી. આ રીતે, આ ફિલ્મની રિલીઝ પહેલા જ લગભગ 4.5 લાખથી 5 લાખ ટિકિટ એડવાન્સ બુક કરવામાં આવી છે.

આ ફિલ્મની જબરદસ્ત એડવાન્સ બુકિંગને જોતા ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મના ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રીલિઝ થયું હતું. જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. જેને જોઈને લાગે છે કે પહેલા દિવસે આ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મેગા બજેટ ફિલ્મ બનાવવામાં લગભગ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસે ભગવાન શ્રી રામનો રોલ કર્યો છે અને કૃતિ સેનને માતા સીતાનો રોલ કર્યો છે. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.

આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news