ડબ્બૂ રતનાની કેલેન્ડર 2020માં કંઇક આવો જોવા મળ્યો એશ્વર્યા રાયનો અંદાજ


2020ના કેલેન્ડર માટે ડબ્બૂ રતનાનીએ કિયારા અડવાણી, વિદ્યા બાલન, અનન્યા પાંડે, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન સહિત અન્ય સેલેબ્સને શૂટ કર્યાં છે. 
 

ડબ્બૂ રતનાની કેલેન્ડર 2020માં કંઇક આવો જોવા મળ્યો એશ્વર્યા રાયનો અંદાજ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)એ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ડબ્બૂ રતનાની કેલેન્ડર 2020 Dabboo Ratnani's 2020 Calendar)માંથી પોતાની એક તસવીર શેર કરી અને ઇન્ડસ્ટ્રીઝમાં તેના 25 વર્ષ થવા પર, તેને શુભેચ્છા આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ઇન્ડસ્ટ્રીમાં તમારી શાનદાર સફરના 25 વર્ષ પૂરા થવા પર તમને શુભેચ્છા. 21 વર્ષની તમારા કેલેન્ડર અને તમારા પરિવારની સાથે હું જોડાયેલી છું. તમને ઘણો બધો પ્રેમ. 

તસવીરમાં એશ્વર્યાએ સફેદ ટેન્ક ટોપ પહેર્યું છે અને આ શોટ ખુબ સિંપલ જોવા મળી રહ્યો છે. એશ્વર્યા રાયે ખુબ ઓછો મેકઅપ કર્યો છે અને તે કેમેરાને જોઈ રહી છે. એક નેચરલ ટચ આપવા માટે તેના વાળને ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડબ્બૂ તરનાનીનું કેલેન્ડર શૂટ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. 2020ના કેલેન્ડર માટે તેણે કિયારા અડવાણી, વિદ્યા બાલન, અનન્યા પાંડે, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન સહિત અન્ય સેલેબ્સને શૂટ કર્યાં છે. 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

વર્કફ્રંટની વાત કરીએ તો એશ્વર્યા રાય અનુરાગ કશ્યપની આવનારી ફિલ્મ 'ગુલાબ જામુન'માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન પણ હશે. આ સાથે તે મની રતનમની તમિલ ફિલ્મ 'પોન્નિયિન સેલવન' પણ કરી રહી છે, જેમાં તેની સાથે અભિનેતા વિક્રમ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news