રિલીઝ પહેલા વિવાદોમાં આવી શાહરૂખ ખાનની 'ઝીરો' અકાલી દળે પોલીસમાં કરી ફરિયાદ

દિલ્હી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલામાં ક્રિમિનલ માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. 
 

 રિલીઝ પહેલા વિવાદોમાં આવી શાહરૂખ ખાનની 'ઝીરો' અકાલી દળે પોલીસમાં કરી ફરિયાદ

નવી દિલ્હીઃ દિલ્હી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલામાં કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે શાહરૂખે ઝીરો ફિલ્મના પોસ્ટમાં કિરપાણ ધારણ કર્યું છે. 

નાર્થ એવન્યૂ પોલીસ સ્ટેશમમાં નોંધાવેલી ફરિયાદમાં ધારાસભ્ય સિરસાએ જણાવ્યું કે, તેમને શીખ સંગતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ફરિયાદ મળી છે, જેમાં આનંદ એલ રાયની ફિલ્મ ઝીરોના પ્રોમોને કારણે શીખ ભાવનાઓને ઠેસ પહોંચાડ્યાની વાત કરવામાં આવી છે. તેમણે પોલીસને જણાવ્યું કે, શીખમાં માત્ર અમૃતધારી વ્યક્તિ જ કિરપાણ ધારણ કરી શકે છે. 

અકાલી દળના ધારાસભ્યએ પોલીસમાં આવેદન આપ્યું કે, તે ફિલ્મના ડાયરેક્ટર આનંદ રાય અને અભિનેતા શાહરૂખ ખાન વિરુદ્ધ કેસ દાખલ કરે. તેમણે અપીલ કરી કે ફિલ્મ ઝીરોના પ્રોમો જેમાં શાહરૂખ ખાન કિરપાણ પહેરેલો જોવા મળે છે તેને બંધ કરાવવામાં આવે. 

સિરસાએ કહ્યું કે, અમે તે ક્યારેય સહન ન કરી શકીએ કે, કોઈપણ ફિલ્મ અભિનેતા શીખોના કાક્કરન અને અન્ય ધાર્મિક મહત્વવાળી વાતોને ખોટી રીતે રજૂ કરે. તેમણે કહ્યું કે, આ પ્રોમોમાં ન તે માત્ર ફિલ્મ એક્ટર કિરપાણ ધારણ કરેલો દેખાઈ છે પરંતુ તેમાં તે હસે છે જેનાથી અમારા ધર્મની મજાક ઉડવાનું પ્રતીત થાય છે. 

ફિલ્મ ઝીરો એક રોમેન્ટીક ડ્રામા ફિલ્મ છે, જેની કહાની હિમાંશુ શર્મા દ્વારા લખવામાં આવી છે. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાય કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. તેમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ જેવા સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે. જાણવા મળેલી વિગતો મુજબ ઝીરો એક એવી સ્ટોરી છે જે કોઈપણ જિંદગીની ખામીનો જશ્ન મનાવે છે. 

આશરે 6 વર્ષ બાદ અનુષ્કા શર્મા, કેટરીના કેફ અને શાહરૂખ ખાન એક સાથે મોટા પડદા પર દેખાશે. આ સાથે સલમાન ખાન આ ફિલ્મમાં કૈમિયોનો રોલ કરતો જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news