અક્ષય ખન્નાના માતા ગીતાંજલીનું નિધન, રસપ્રદ છે તેની અને વિનોદ ખન્નાની ટ્રેજિક લવસ્ટોરી 

ગીતાંજલી અને વિનોદ ખન્નાએ લવમેરેજ કર્યા હતા પણ બે સંતાનોના જન્મ પછી તેઓ અલગ થઈ ગયા હતા

અક્ષય ખન્નાના માતા ગીતાંજલીનું નિધન, રસપ્રદ છે તેની અને વિનોદ ખન્નાની ટ્રેજિક લવસ્ટોરી 

મુંબઈ : એક્ટર અક્ષય ખન્ના અને સેલિબ્રિટી રાહુલ ખન્નાના માતા અને વિનોદ ખન્નાના પહેલી પત્ની ગીતાંજલિનું શનિવારે 70 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. અલિબાગ ખાતે આવેલા તેમના ઘરમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. મૃત્યુ પહેલાં તેઓ બેચેનીની ફરિયાદ કરી રહ્યા હતા પણ મૃત્યુના કારણની ચોક્કસ માહિતી મળી શકી નથી. ગીતાંજલીને પહેલાંથી જ હૃદયને લગતી સમસ્યા હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માંડવા સ્થિત ફાર્મહાઉસમાં ગીતાંજલિ અને તેના દીકરા અક્ષય અને રાહુલ આવતાં જતાં રહેતાં હતાં. ગીતાંજલિ અને અક્ષય શનિવારની સવારે 11 કલાકે અહીં આવ્યાં હતાં. બપોરે ગીતાંજલિએ બેચેનીની ફરિયાદ કરી જેના પગલે તેમને લોકલ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા. દવાઓ લીધા પછી ગીતાંજલિ સૂઈ ગઈ. રાતમાં 9થી 10 વચ્ચે જ્યારે અક્ષયે તપાસ કરી તો તેની માનું બોડી ટેમ્પ્રેચર લો થઈ રહ્યું હતું. જે પછી અક્ષયે રાહુલને બોલાવ્યો અને બન્ને તેમને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યાં હતાં. ગીતાંજલિના અંતિમ સંસ્કાર રવિવારે સવારે થયાં. નોંધનીય છે કે ગત વર્ષે જ વિનોદ ખન્નાનું કેન્સરના કારણે નિધન થયું હતું. 

ગીતાંજલિ અને વિનોદ ખન્નાના 1971માં લગ્ન થયાં હતાં અને 1985માં ડિવોર્સ થઈ ગયાં હતાં. વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું નામ ગીતાંજલિ હતું, જેનાથી તેઓ 1985માં છૂટા પડ્યા હતા. બાદમાં તેમણે કવિતા સાથે લગ્ન કર્યા હતા. વિનોદ ખન્ના અને ગીતાંજલીના લગ્ન પછી એક જ વર્ષમાં દીકરા રાહુલનો અને પછી દીકરા અક્ષયનો જન્મ થયો હતો. એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શશિ કપૂર પછી વિનોદ ખન્નાની ગણતરી ફેમિલી મેન તરીકે થતી હતી અને તેણે વર્ષો સુધી રવિવારે શૂટિંગ ન કરવાનો નિર્ણય પાળ્યો હતો. જોકે પછી વિનોદ ખન્નાએ રજનીશના પ્રભાવમાં આવીને બોલિવૂડને કાયમ માટે અલવિદા કરી દીધી હતી જેના પગલે તેના અને ગીતાંજલિના સંબંધો વણસી ગયા હતા અને તેમણે ડિવોર્સ લઈ લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news