ઘોર કળિયુગ! દીકરી સાથે જ પિતાએ શરીરસુખ માણી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, જાણો હચમચાવી દેતો કિસ્સો

ડાયમંડ નગરી સુરતના વરાછામાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. 13 વર્ષની પુત્રી પર સાવરા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. શારીરિક છેડછાડ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. બાળકીએ માતાને વાત કહેતા આખો મામલો સામે આવ્યો હતા. માતા એ સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઘોર કળિયુગ! દીકરી સાથે જ પિતાએ શરીરસુખ માણી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, જાણો હચમચાવી દેતો કિસ્સો

ઝી બ્યુરો/સુરત: સુરતના વરાછામાં સબંધોની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો પણ સામે આવ્યો છે. વરાછામાં 13 વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ થઇ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે પોતે વરાછા જગદીશ નગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે. થોડા સમય પહેલા તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા મહિલા પોતાના બે સંતાનો સાથે સુરત આવી ગઈ હતી અને તેના ભાઈ ભાભી સાથે રહેતી હતી. 

આ દરમિયાન તેની સાથે કામ કરતા રામેશ્વર આસારામ કુસ્વાહ સાથે પરિચય થતા દસેક વર્ષથી લગ્ન કરી લીધા હતા અને તેનાથી બે દીકરા હતા. મહિલા તેના પતિ સાથે અને ચાર સંતાનો સાથે રહેતી હતી. આ દરમિયાન તેના પતિ રામેશ્વર કુશવાહે તેની 13 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ચારથી પાંચ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.

આ મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે..હાલ પોલીસે રામેશ્વર કુસ્વાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news