Alia Bhatt ની પહેલી હોલિવૂડ ફિલ્મ 'Heart Of Stone'નું ટ્રેલર થયું રિલીઝ

Heart Of Stone Trailer: આલિયા ભટ્ટની પહેલી હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Alia Bhatt ની પહેલી હોલિવૂડ ફિલ્મ 'Heart Of Stone'નું ટ્રેલર થયું રિલીઝ

Heart Of Stone Trailer: આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ હોલીવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટની આ પહેલી હોલિવૂડ ફિલ્મ છે, સાથે જ આ પહેલીવાર છે જ્યારે આલિયા હોલિવૂડની કોઈ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેની ડોર્નન લીડ રોલમા છે.

ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ગેલ ગેડોટ એક સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. જે પોતાના મિશનને પાર પાડવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થતી જોવા મળશે. ટ્રેલરમાં બોલાયેલા ડાયલોગ્સ પણ ખૂબ જ જોરદાર છે. આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'હાર્ટ ઓફ સ્ટોન'નું ટ્રેલર શેર કર્યું છે. જેમાં તે માત્ર થોડા જ સીનમા જોવા મળી. જોકે, વિલનનો રોલ કરી રહેલી આલિયાએ આમાં પણ જીત મેળવી છે.

હાર્ટ ઓફ સ્ટોન ફિલ્મના ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આલિયા ભટ્ટે ગર્ભાવસ્થા દરમિયાન પણ આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. તેમજ આ તેની પહેલી હોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મ આલિયા માટે ખૂબ જ ખાસ છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે આલિયા બ્રાઝિલ ગઈ હતી. ફિલ્મની બીજી સ્ટાર કાસ્ટની સાથે તેણે ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કર્યું છે.

આલિયા ભટ્ટે ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં હાર્ટ ઓફ સ્ટોનની ટીમ અને તેના કો-સ્ટાર્સની ખુબ પ્રશંસા કરી હતી. આ સાથે આલિયાએ હોલીવુડમાં કામ કરવાનું ખૂબ જ ખાસ ગણાવ્યું હતું. ત્યાં એક્શન સીનના શૂટિંગ દરમિયાન આખી ટીમે તેની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. આલિયાની બોલિવૂડ ફિલ્મની વાત કરીએ તો તેની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે..

આ પણ વાંચો:
આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news