એક PHOTO શેર કરીને અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હિન્દી સિનેમા જગતમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી. 
એક PHOTO શેર કરીને અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હિન્દી સિનેમા જગતમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે અને કહ્યું કે આ એ ફિલ્મ છે જે આજ સુધી બની શકી નથી. 

અમિતાભે પોતાનો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનો એક ફોટો શેર કર્યો છે. જે કોઈક કારણસર બની શકી નહી. ફોટામાં અમિતાભ બચ્ચે પોતાની જવાનીના દિવસોમાં ફંકી ગ્રે  જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમણે સાઈડમાં ગન પણ રાખેલી છે. જો કે મહાનાયકે ફિલ્મ સંબંધિત વધુ વિગતોનો ખુલાસો કર્યો નથી. 

અત્રે જણાવવાનું કે સાત હિન્દુસ્તાની, આનંદ, ઝંઝીર, અભિમાન, સૌદાગર, ચૂપકે ચૂપકે, દીવાર, શોલે, કભી કભી, અમર અકબર એન્થની, ત્રિશુલ, ડોન, મુકદ્દર કા સિકંદર, મિ.નટવરલાલ, લાવારિસ, સિલસિલા, કાલિયા, સત્તે પે સત્તા, નમક હલાલ, શક્તિ, કુલી, શરાબી, મર્દ, શહેનશાહ, અગ્નિપથ, ખુદા ગવાહ, મોહબ્બતે, બ્લેક, વક્ત, સરકાર, ચીની કમ, ભૂતનાથ, સત્યાગ્રહ, પા, શમિતાભ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. જેણે તેમને સદીના મહાનાયક બનાવી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news