અનુપમ ખેરે વીડિયો શેર કરીને જણાવી કોરોના વાયરસથી બચવાની રીત


વરિષ્ટ અભિનેતા અનુપમ ખેરે કોરોના વાયરસને લઈને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લોકોને વાયરસથી બચવા માટે સાવધાની રાખવા માટે કહી રહ્યાં છે. 

અનુપમ ખેરે વીડિયો શેર કરીને જણાવી કોરોના વાયરસથી બચવાની રીત

નવી દિલ્હીઃ વિશ્વભરમાં આ સમયે કોરોના વાયરસથી હલચમ મચી છે. તો હવે ભારતમાં કોરોના વાયરસના મામલા સામે આવવા પર લોકોની ચિંતા વધી ગઈ છે. આ વચ્ચે વરિષ્ટ અભિનેતા અનુપમ ખેરે કોરોના વાયરસને લઈને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લોકોને વાયરસથી બચવા માટે સાવધાની રાખવા માટે કહી રહ્યાં છે. 

અનુપમ ખેરે ટ્વીટ કર્યો વીડિયો
અનુપમ ખેરે મંગળવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં અભિનેતાએ લોકોને કોરોના વાયરસથી બચવાની રીત જણાવી છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે એકબીજાનું અભિવાદન કરવા માટે આપણે હાથ મિલાવવાની જગ્યાએ ભારતીય પરંપરા અનુસાર મનસ્તે કરવા યોગ્ય છે. આમ કરવાથી તમે ચેપગ્રસ્ત થતાં બચી શકશો. 

— Anupam Kher (@AnupamPKher) March 3, 2020

કોરોના વાયરસને લઈને કેઆરકે પણ કરી ચુક્યા છે ટ્વીટ
એક તરફ જ્યાં અનુપમ ખેર લોકોને કોરોના વાયરસથી બચવા માટે આઇડિયા શેર કરી રહ્યાં છે. તો બીજીતરફ કેઆરકેએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે કોરોના વાયરસ જલદીમાં જલદી ભારતમાં આવી જાય. ત્યારબાદ યૂઝરોએ કોમેન્ટ કરીને તેને ટ્રોલ કર્યાં છે. મહત્વનું છે કે કેઆરકે હંમેશા વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. 

— KRK (@kamaalrkhan) February 29, 2020

કોરોનાનો કહેર
મહત્વનું છે કે કોરોના વાયરસ આજે વિશ્વની એવી જીવલેણ બીમારી બની ચુકી છે, જેનાથી આશરે 3 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં ચીનમાં સૌથી વધુ 2000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી આશરે 88 હજાર લોકો તેનાથી પ્રભાવિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news