અનુષ્કા શર્માએ કેમ છોડ્યું હતું નોનવેજ ફૂડ? ખાસ અંદાજમાં આપ્યો જવાબ

અનુષ્કાએ ટ્વીટ કરીને નેટફ્લિક્સ પર રહેલ આ ડોક્યૂમેન્ટ્રીનું ટ્રેલર શેર કર્યું અને લખ્યું, 'જ્યારથી હું વેજીટેરિયન બની છું ત્યારથી એક સવાલ મને સૌથી વધુ પૂછવામાં આવ્યો છે, 'તને તારૂ પ્રોટિન ક્યાંથી મળે છે?'

અનુષ્કા શર્માએ કેમ છોડ્યું હતું નોનવેજ ફૂડ? ખાસ અંદાજમાં આપ્યો જવાબ

નવી દિલ્હીઃ એવા ઘણા બોલીવુડ સ્ટાર્સ છે, જેણે પોતાની ડાયટમાં ફેરફાર કર્યો અને નોન વેજ ફૂડ છોડીને વેજીટેરિયન થઈ ગયા છે. તેમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડિસ, જોન અબ્રાહમ અને કંગના રનૌત જેવા સિતારા સામેલ છે. અનુષ્કા શર્માએ જ્યારે નોન વેજ ફૂડ છોડ્યું તો તમામ લોકોએ તેને કારણ પૂછ્યું, અને અત્યાર સુધી પૂછે છે. હાલમાં અનુષ્કા શર્માએ એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનું ટ્રેલર શેર કર્યું અને કહ્યું કે, આ તે લોકો માટે જવાબ છે જે તેના નોન વેજ છોડવા પર સવાલ ઉઠાવે છે. 

અનુષ્કાએ ટ્વીટ કરીને નેટફ્લિક્સ પર રહેલ આ ડોક્યૂમેન્ટ્રીનું ટ્રેલર શેર કર્યું અને લખ્યું, 'જ્યારથી હું વેજીટેરિયન બની છું ત્યારથી એક સવાલ મને સૌથી વધુ પૂછવામાં આવ્યો છે, 'તને તારૂ પ્રોટિન ક્યાંથી મળે છે?' ધ ગેમ ચેન્જર્સ ફિલ્મ જે નેટફ્લિક્સ પર હાજર છે, આ તે બધા સવાલનો જવાબ છે. અનુષ્કાએ લખ્યું, 'પરંતુ ખરેખર', મેં આ ફિલ્મ જોઈ અને તે આંખ ઉઘાડી છે. તે તમારી મદદ કરે છે ફિટનેસ અને તેની આગળના પાસાને સમજવામાં. 

— Anushka Sharma (@AnushkaSharma) October 22, 2019

અનુષ્કાએ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનના ટ્રેલરની લિંક શેર કરતા લખ્યું, 'જો તમે પણ તેને જોવા ઈચ્છો છો તો ટ્રેલરની લિંક આ રહી.' PETAના કર્મચારી સચિન બંગેરાએ આ ટ્વીટનો જવાબ આપતા કહ્યું, 'તમે ખુબ સારો અનુભવ કરશો કારણ કે પ્લાન્ટ બેસ્ડ ડાયટ તમને ખુબ ફિટ રાખશે.' એક યૂઝરે લખ્યું, 'ભારતે પશ્ચિમથી ઘણી વસ્તુ શીખી છે અને પશ્ચિમે ભારત પાસેથી કૈંક શીખ્યું છે... પરંતુ શું ખુદને વેજીટેરિયન કહેવા અને નોન વેજ ખાતું રહેવું ત્યાં સુધી યોગ્ય છે.'

— Anushka Sharma (@AnushkaSharma) October 22, 2019

આમિર ખાન પણ છે વેજીટેરિયન
ગજની અને દંબલ માટે શાનદાર ફિઝીક બનાવી ચુકેલા અભિનેતા આમિર ખાન પણ વેજીટેરિયન છે. આમિરની પત્ની કિરણ રાવે તેને આ માટે પ્રેરિત કર્યો હતો. તે પોતે પણ વેજીટેરિયન છે. તે ઈચ્છે છે કે માણસે પોતાના ખાવા માટે જાનવરો સાથે નિર્દયતાની સાથે રજૂ ન થવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news