માઇકલ જેક્સનની જેમ સંપૂર્ણ કલાકાર બનવા ઈચ્છુ છું: ટાઇગર શ્રોફ

ટાઇગરે શ્રોફે કહ્યું, હા, હું કરી શકુ છું. હું આર એન્ડ બી સ્ટાર્સ જેમ માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સનો ફેન છું. તે કમ્પલીટ પરફોર્મર છે. તે ગાય છે અને નાચે પણ છે. કોઈ દિવસ હું પણ તે કરવા ઈચ્છીશ.   

Updated By: Oct 23, 2019, 04:31 PM IST
માઇકલ જેક્સનની જેમ સંપૂર્ણ કલાકાર બનવા ઈચ્છુ છું: ટાઇગર શ્રોફ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સની જેમ કમ્પલીટ પરફોર્મર બનવા ઈચ્છે છે. ટાઇગર શ્રોફ એક્શન હીરોમાથી એક છે. તેણે પોતાના વ્યસ્ત બોલીવુડ કરિયર છતાં કેટલાક મ્યૂઝિક વીડિયો પણ કર્યાં છે. 

ટાઇગર શ્રોફે કહ્યું કે, મ્યૂઝિક વીડિયો સારો સમય આપે છે. તે નાના હોય છે. ન્યૂઝિક વીડિયો એક રીતે શોર્ટ ફિલ્મ જેવા હોય છે. તેનામાં એક શરૂઆત, મધ્ય તથા એક અંત હોય છે, તેથી હું તેનો આનંદ માણું છું. અભિનેતાએ મ્યૂઝિક વીડિયો 'જિંદગી આ રહા હું મૈં,' 'ચલ વહાં જાતે હૈં,' અને 'બેફિક્ર'માં કામ કર્યું છે. 

તેણે કહ્યું કે, મને તે સારૂ લાગે છે કે કઈ રીતે થોડા સમયમાં તેમને પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરવાની તક મળે છે. મને તે સારૂ લાગે છે કે અને મને ડાન્સ કરવો પણ સારો લાગે છે, તો કેમ નહીં?

બોક્સ ઓફિસ પહેલા સુપ્રિમ કોર્ટમાં ટકરાશે એક જેવા કોન્સેપ્ટની આ 2 ફિલ્મો

તે પૂછવા પર શું તેની ગીત ગાવાની પણ યોજના છે. ટાઇગરે શ્રોફે કહ્યું, હા, હું કરી શકુ છું. હું આર એન્ડ બી સ્ટાર્સ જેમ માઇકલ જેક્સન તથા બ્રૂનો માર્સનો ફેન છું. તે કમ્પલીટ પરફોર્મર છે. તે ગાય છે અને નાચે પણ છે. કોઈ દિવસ હું પણ તે કરવા ઈચ્છીશ. મહત્વનું છે કે ટાઇગર શ્રોફની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'વોર' દેશમાં 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચુકી છે.