Are you an Indian? આ પ્રશ્ન પર ભડકી ઉઠી તાપસી, આવો આપ્યો આકરો જવાબ...

તાપસીએ આ રિપ્લાઇ બાદ ટ્વિટર પર જ્યાં લોકોને તાપસીનો સાથ આપતાં કહ્યું કે શું જડબાતોડ જવાબ આપ્યો છે, તો બીજી તરફ કોઇએ તાપસીના વિરોધમાં પણ ટ્વિટ કરતાં કહ્યું કે પાક્કું તેમની પાસે પેપર નહી હોય. 

Are you an Indian? આ પ્રશ્ન પર ભડકી ઉઠી તાપસી, આવો આપ્યો આકરો જવાબ...

નવી દિલ્હી: બોલીવુડની જાણિતી અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu) સોશિયલ મીડિયા પર અવાર નવાર પોતાની ટ્વિટના લીધે ટ્રોલ થતી રહે છે. જ્યારે પણ દેશમાં કોઇ મુદ્દો ગરમાય છે, તો તાપસી તે મુદ્દે પોતાનો અભિપ્રાય આપતાં જરા પણ ખચકતી નથી. તાપસીએ મીટૂ (#MeToo)થી માંડીને એનઆરસી-નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC- National Register of Citizens), સીએબી- સિટીઝનશિપ અમેંડમેન્ટ બિલ (CAB- Citizenship Amendment Bill) અને સીએએ- સિટીજન અમેંડમેન્ટ એક્ટ (CAA- Citizenship Amendment Act) પર પણ ઘણા ટ્વિટ્સ કરી ચૂકી છે. તો બીજી તરફ રવિવારે થયેલા જેએનયૂ હિંસા પર પણ તાપસીનો ગુસ્સો તેમની ટ્વિટ દ્વારા ફૂટ્યો. 

તાપસીએ સોમવારે જેએનયૂ હિંસા પર ઘણી ટ્વિટ કરી, ત્યારબાદ નેટિજન્સ (Netizens) તેમણે ટ્રોલ કરવું શરૂ કરી દીધું. તેના પર એક નેટિજને તાપસીએ એક ટ્વિટ દ્વારા તેમને પ્રશ્ન ક્ર્યો કે શું તમે ભારતીય છે? તાપસીએ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું 'હવે તમને પણ પેપર બતાવવા છે શું? તાપસીએ આ રિપ્લાઇ બાદ ટ્વિટર પર જ્યાં લોકોને તાપસીનો સાથ આપતાં કહ્યું કે શું જડબાતોડ જવાબ આપ્યો છે, તો બીજી તરફ કોઇએ તાપસીના વિરોધમાં પણ ટ્વિટ કરતાં કહ્યું કે પાક્કું તેમની પાસે પેપર નહી હોય.

તો બીજી તરફ કેરિયરની વાત કરીએ તો ફિલ્મ 'બેબી' બાદ તાપસીએ સતત મોટિવેટેડ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'પિંક', 'ધ ગાજી એટેક', 'નામ શબાના', 'સુરમા', 'મિશન મંગલ' અને 'સાંડ કી આંખ', મુખ્ય રીતે સામેલ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી આ વર્ષે બેક ટૂ બેક ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. આ વર્ષે તાપસી ફિલ્મ 'રશ્મિ રોકેટ', 'થપ્પડ', 'શાબાશ મિઠૂ', 'હસીન દિલરૂબા', 'વોમેનિયા' અને 'તડકા' વડે બોક્સ ઓફિસ પર હંગામો મચાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news