ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોત

Bhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ

ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોત

Bhavnagar News : લાગે છે કે, ગુજરાતીઓ પર પાણીની મોટી ઘાત છે. એક અઠવાડિયામાં રાજ્યમાં પાણીથી ડુબી જવાની ત્રણ મોટી ઘટના બની છે. નવસારીના દાંડી બીચ પર પાણીમાં ડૂબી જવાથી ચારના મોત નિપજ્યા હતા. તો તેના બે દિવસ બાદ પોઈચા ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં એક વ્યક્તિ હજી લાપતા છે. તો આજે ભાવનગરમાં તળાવમાં ડુબી જતા ચાર બાળાના મોત નિપજ્યા છે. આમ, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં ડુબી જવાથી બનેલી ત્રણ મોટી ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 21, 2024

ભાવનગરમાં ચાર બાળાના ડૂબી જવાથી મોત
ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. આમ, તમામ બાળાઓ પાણીમાં ડૂબી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તમામ પાંચ બાળાઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમા ચાર બાળકાના મોત થયા છે. તો એક બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ ઘટનામાં ત્રણ સગી બહેનોના મોત નિપજ્યા છે.  

મૃતક બાળા
મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા (વર્ષ 9), ઢીંગુબેન વિજયભાઈ પરમાર (8 વર્ષ), અર્ચનાબેન હરેશભાઈ ડાભી (17 વર્ષ), કોમલબેન મનીષભાઈ ચારોલીયા (13 વર્ષ) ના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય કિંજલબેન મનીષભાઈ ચારોલિયાનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. 

પોઈચા નર્મદા નદીમાં ડુબેલા સાત પ્રવાસીમાંથી 6ના મૃતદેહ મળ્યા, નાનુ બાળક હજુ ગુમ
પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના સાત રહેવાસીઓના ડૂબી જવાની ઘટનામાં કુલ 6 ના મોત નિપજ્યા છે. નર્મદા જિલ્લા ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના બચાવ કર્મચારીઓએ ગુરુવારે વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. એટલે અત્યાર સુધી 6 લોકોના મૃતદેહ શોધવામાં સફળતા મળી છે, હવે સાતમા મૃતદેહની શોધ ચાલુ છે, જે હજુ સુધી મળ્યો નથી.

દાંડી બીચ પર 4 ના મોત 
બરાબર એક અઠવાડિયા પહેલા દાંડી બીચ પર રજાઓ માણવા આવેલા રાજસ્થાનના એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા, જ્યારે બે લોકોને બચાવી લીધા હતાં. રાજસ્થાનના ત્રણ અલગ-અલગ પરિવારના લોકો અહીં પિકનિક મનાવી રહ્યા હતા ત્યારે તેઓ દરિયાની ભરતીમાં તણાઈ ગયા હતા. તે જ સમયે દરિયાની ભરતીમાં ફસાયેલો પરિવાર રાજસ્થાનના ભીલવાડાથી નવસારીના દાંડી બીચ પર ફરવા આવ્યો હતો. રાજસ્થાની પરિવારના છ સભ્યોમાંથી બે સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક પુરુષ, બે બાળકો અને અન્ય એક યુવતી દરિયામાં તણાઈ ગયા હતા. આ ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news