રિલીઝ પહેલા જ Ajay Devgn ની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, આટલા કરોડની એડવાન્સ ટિકિટ થઈ Book

Film Bholaa Advance Booking: ફિલ્મ રિલીઝ થવામાં એક અઠવાડિયાનો સમય છે તેવામાં ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગ શરૂ થયાની સાથે જ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.

રિલીઝ પહેલા જ Ajay Devgn ની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, આટલા કરોડની એડવાન્સ ટિકિટ થઈ Book

Film Bholaa Advance Booking: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ પછી અજય દેવગનની ફિલ્મ ભોલા બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવશે તેવું લાગી રહ્યું છે. અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 એ પણ કમાણીના રેકોર્ડ સર્જી દીધા હતા. હવે આવું જ કંઈક તેમની આગામી ફિલ્મ ભોલા સાથે થશે તેવું લાગે છે. અજય દેવગનની ફિલ્મ ભોલા 30 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કરોડોની કમાણી થઈ ચૂકી છે જેના કારણે બોલીવુડની વધુ એક ફિલ્મ સાબિત થશે તેવું લાગી રહ્યું છે. 

આ પણ વાંચો:

અજય દેવગનની ફિલ્મ 30 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થવામાં એક અઠવાડિયાનો સમય છે તેવામાં ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગ શરૂ થયાની સાથે જ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.

તબ્બુ અને અજય દેવગનની ફિલ્મ ભોલાનું એડવાન્સ બુકિંગ શરૂ થયાના ત્રણ દિવસમાં જ અંદાજે એક કરોડ રૂપિયાની કમાણી થઈ છે. અત્યાર સુધીમાં ફિલ્મની 50000 થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. આ ફિલ્મ 2ડી અને 3ડીમાં રિલીઝ થવા જઈ રહી છે. 

ફિલ્મનું એડવાન્સ બુકિંગ જે રીતે થઈ રહ્યું છે તેને જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભોલા ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળશે અને બોક્સ ઓફિસ પર તે કમાણીના નવા રેકોર્ડ બનાવશે. જોકે ભોલા માટેનું એડવાન્સ બુકિંગ Drishyam 2 ની સરખામણીમાં ઘણું ઓછું છે. Drishyam 2 નું એડવાન્સ બુકિંગ 6.50 કરોડ રૂપિયાનું થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news