શિલ્પા શેટ્ટીએ શેર કર્યો કેડી ધ ડેવિલનો ફર્સ્ટ લુક, સ્વેગમાં જોવા મળી અભિનેત્રી

KD the Devil First Look: હવે અભિનેત્રી સાઉથ સિનેમામાં પોતાનો જાદુ ચલાવશે. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શિલ્પા શેટ્ટી એ પોતાની આગામી ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ એક કન્નડ ફિલ્મ છે અને તેમાં શિલ્પા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

શિલ્પા શેટ્ટીએ શેર કર્યો કેડી ધ ડેવિલનો ફર્સ્ટ લુક, સ્વેગમાં જોવા મળી અભિનેત્રી

KD the Devil First Look: અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના અભિનય અને સુંદરતાના કારણે આજે પણ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક છે. હવે અભિનેત્રી સાઉથ સિનેમામાં પોતાનો જાદુ ચલાવશે. ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શિલ્પા શેટ્ટી એ પોતાની આગામી ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ એક કન્નડ ફિલ્મ છે અને તેમાં શિલ્પા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

આ પણ વાંચો:

શિલ્પા શેટ્ટી કન્નડ સુપર સ્ટાર ધ્રુવ સરજાની આગામી ફિલ્મ કેડી ધ ડેવિલ માં જોવા મળશે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીનો ફર્સ્ટ લુક સૌથી પહેલાં રિલીઝ કરવામાં આવ્યો છે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે. જેમાં શિલ્પા શેટ્ટી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરશે. તેના પાત્રનું નામ સત્યવતી છે. 

 

શિલ્પા શેટ્ટી એ પોતાના Instagram એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી દમદાર લુકમાં જોવા મળશે તે વાત આ પોસ્ટ પરથી સાબિત થઈ ગઈ છે. શિલ્પા શેટ્ટી એ કેપ્સનમાં લખ્યું છે કે, "ગુડી પાડવા અને ચૈત્ર નવરાત્રીની શુભેચ્છા. આ ખાસ અવસર પર ફિલ્મ કેડી ધ ડેવિલ નો ફર્સ્ટ લુક શેર કરું છું. આ ફિલ્મમાં હું સત્યવતીનો રોલ પ્લે કરી રહી છું."

Trending news