'બિગ બોસ 14'માં શરૂ થયો વિવાદોનો સિલસિલો, આ સિંગર પર લાગ્યો ખોટું બોલવાનો આરોપ

ભારતીય ટેલિવિઝન જગતના સૌથી ફેમસ અમે વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 14મી સીઝન આવી ચૂકી છે. શનિવારે રાત્રે 9 વાગે 'બિગ બોસ 14 (Bigg Boss 14)'નું ગ્રાંડ ઓપનિંગ એટલે કે પ્રીમિયર થયું.

 'બિગ બોસ 14'માં શરૂ થયો વિવાદોનો સિલસિલો, આ સિંગર પર લાગ્યો ખોટું બોલવાનો આરોપ

નવી દિલ્હી: ભારતીય ટેલિવિઝન જગતના સૌથી ફેમસ અમે વિવાદાસ્પદ શો 'બિગ બોસ'ની 14મી સીઝન આવી ચૂકી છે. શનિવારે રાત્રે 9 વાગે 'બિગ બોસ 14 (Bigg Boss 14)'નું ગ્રાંડ ઓપનિંગ એટલે કે પ્રીમિયર થયું. કોન્ટ્રોવર્સી માટે ફેમર આ શોનો પ્રથમ વિવાદ સામે આવ્યો છે. સારા ગુરપાલ (Sara Gurpal)એ ગત રાત્રે સલમાન ખાન સામે પોતાને સિંગલ બતાવ્યા છે. પંજાબી સિંગરના આ દાવા બાદ તુષાર કુમારે દાવો કર્યો છે કે સારા ગુરપાલ તેમની પત્ની છે અને બંનેએ વર્ષ 2014માં જ લગ્ન કરી લીધા હતા. 

સારા ગુરૂપાલનું સત્ય સામે આવ્યું
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com માં પ્રકાશિત ખબરના અનુસાર, પોતાની વાતને સાબિત કરવા માટે તુષાર કુમારે સારા ગુરપાલ સાથે પોતાની કેટલીક તસવીરો અને મેરેજ સર્ટિફિકેટ જાહેર કર્યા છે. આ તસવીરોમાં સારા ગુરપાલ તુષાર કુમાર સાથે જોવા મળી રહી છે. જેમાં તે માંગમાં સિંદૂર લગાવીને અને ચૂડો પહેરેલી જોવા મળે છે. જ્યારે રજૂ કરવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટમાં સારા ગુરપાલનું નામ રચના દેવી લખેલું છે. બોલીવુડ લાઇફ પાસે આ એક્સક્લૂસિવ મેરેજ સર્ટિફિકેટ છે. જુઓ આ તસવીર.

શોહરત માટે કર્યા હતા લગ્ન
તુષારે કહ્યું કે 'મને દુનિયાભરના લોકોના ઇંસ્ટાગ્રામ અને વોટ્સઅપ પર મેસેજ મળી રહ્યા હતા, જ્યારે સારા હજુ પણ આ દાવો કરી રહી છે કે તે છોકરી નથી જેની સાથે મારા લગ્ન થયા છે. તે કહી રહી છે કે જે છોકરીએ મારા સાથે લગ્ન થયા છે તે સારા જેવી દેખાઇ છે, હું ફક્ત એ સાબિત કરવા માંગુ છું કે સારા તે જ છે જેની સાથે મારા લગ્ન થયા છે અને તે દુનિયાને ખોટું બોલી રહી છે કે તે હજુ સિંગલ છે. 

તુષારનો દાવો છે કે સારાએ ફક્ત અમેરિકાનું નાગરિકત્વ મેળવવા અને શોહરત મેળવવા માટે તેમની સાથે લગ્ન કર્યા. હવે જ્યારે તેમને લગ્ન બાદ તેમની તરફથી આવી શોહરત ન મળી તો તેમણે તેમને છોડી દીધા છે અને હવે તે પોતાને સિંગલ ગણાવીને બિગ બોસમાં પોતાનો સિક્કો જમાવવાનો પ્રયત્ન કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news