Bipasha Basu માતા બનવાની છે, બેબી બમ્પના Photos શેર કર્યા

બિપાશાએ બેબી બમ્પના ફોટા શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને પોતાનો બેબી બમ્પ બતાવ્યો છે. રોમેન્ટિક તસવીરમાં પતિ કરણસિંહ ગ્રોવર બેબી બમ્પને કિસ કરતો જોવા મળે છે. બિપાશાએ પોતાની પોસ્ટમાં મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે ફક્ત બે લોકો માટે આટલો પ્રેમ ઘણો છે. આ અમને અનફેર લાગે છે...એટલે જલદી અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બેબી જલદી અમને જોઈન કરવાનું છે. બિપાશાએ પોસ્ટમાં આગળ અઢળક પ્રેમ વરસાવવા બદલ ફેન્સનો આભાર પણ માન્યો છે.

Bipasha Basu માતા બનવાની છે, બેબી બમ્પના Photos શેર કર્યા

Bipasha Basu Confirms Pregnancy: બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુ માતા બનવાની છે. બિપાશા બસુ અને પતિ કરણ સિંહ ગ્રોવરના જીવનમાં એક નવા મહેમાનની એન્ટ્રી થવાની છે. બિપાશાએ લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પ્રેગનેન્સી કન્ફર્મ કરી છે. બેબી બમ્પના ફોટા શેર કર્યા છે. 

નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં બિપાશા પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. બિપાશા સાથે પતિ કરણ સિંહ ગ્રોવરે પણ રોમેન્ટિક પોઝ આપ્યા છે. બિપાશાએ બેબી બમ્પના ફોટા શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. અભિનેત્રીએ લખ્યું છે કે એક નવો ટાઈમ, નવો ફેઝ...એક નવી રોશનીએ અમારી જિંદગીમાં એક નવો શેડ જોડી દીધો છે. તે પહેલા કરતા પણ વધુ કમ્પ્લીટ કરી રહ્યો છે. અમે અલગ અલગ અમારા જીવનની શરૂઆત કરી હતી અને પછી અમે બંને એક બીજાને મળ્યા અને ત્યારથી અમે સાથે છીએ. 

બિપાશાએ પોતાની પોસ્ટમાં મસ્તીભર્યા અંદાજમાં લખ્યું છે કે ફક્ત બે લોકો માટે આટલો પ્રેમ ઘણો છે. આ અમને અનફેર લાગે છે...એટલે જલદી અમે બેમાંથી ત્રણ થવાના છીએ. અમારું બેબી જલદી અમને જોઈન કરવાનું છે. બિપાશાએ પોસ્ટમાં આગળ અઢળક પ્રેમ વરસાવવા બદલ ફેન્સનો આભાર પણ માન્યો છે. બિપાશાએ લખ્યું છે કે આટલા પ્રેમ બદલ તમારા બધાનો આભાર. તમારી દુઆઓ અને શુભેચ્છાઓ હંમેશા અમારો ભાગ રહેશે. અમારી જિંદગીનો હિસ્સો બનવા બદલ આભાર. 

બિપાશા બસુ તસવીરોમાં વ્હાઈટ શર્ટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ શર્ટના બટન ખોલીને પોતાનો બેબી બમ્પ બતાવ્યો છે. એક તસવીરમાં કરણ બિપાશાના બેબી બમ્પને પ્રેમથી ચુંબન કરતા જોવા મળે છે જ્યારે બીજા ફોટામાં કરણે બિપાશાના બેબી બમ્પ પર પ્રેમથી પોતાનો હાથ રાખ્યો છે. બિપાશા અને કરણ બંને વ્હાઈટ શર્ટમાં ટ્વિનિંગ કરી રહ્યા છે. તસવીરોમાં કપલની કેમિસ્ટ્રી જોવા જેવી છે. બંને ફેન્સને કપલ ગોલ આપી રહ્યા છે. 

ચાહકો ખુશખુશાલ
બિપાશાની પ્રેગ્નન્સીની ખબર જાણીને ફેન્સ ખુશ છે. અભિનેત્રીની પોસ્ટ પર ગણતરીની મિનિટોમાં હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. કમેન્ટ સેક્શનમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા પણ બિપાશાની પ્રેગ્નેન્સીની ખબર સામે આવી હતી. બિપાશા લૂઝ અને ઓવરસાઈઝ આઉટફિટમાં જોવા મળતા લોકોનું કહેવું હતું કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે અને બેબી બમ્પ છૂપાવી રહી છે. પરંતુ હવે અભિનેત્રીએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકીને ગર્ભાવસ્થાને કન્ફર્મ કરી દીધી છે. 

બિપાશા અને કરણ બોલીવુડના પાવર કપલમાંથી એક છે. બંને એક બીજા પર પ્રેમ વરસાવવાની એક પણ તક છોડતા નથી. હવે કપલના જીવનમાં નાનકડા મહેમાનની એન્ટ્રી થવાની છે. ફેન્સ હવે કપલના બેબીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news