કયો નાગ પોતાની ફેણ પર ઉઠાવે છે આખી ધરતીનો ભાર? જાણો નાગ દેવતાની રોચક પૌરાણિક કથા

કયો નાગ પોતાની ફેણ પર ઉઠાવે છે આખી ધરતીનો ભાર? જાણો નાગ દેવતાની રોચક પૌરાણિક કથા

નવી દિલ્લીઃ હિન્દુ ધર્મમાં નાગને દેવતા માનવામાં આવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં નાગની ઉત્પતિ વિશે અનેક કથાઓ રહેલી છે. આજે આર્ટીકલમાં ત્રણ પૌરાણિક નાગ વિશે વાત કરવાની છે. માન્યતા અનુસાર, આ પૌરાણિક નાગ પૈકીનો એક નાગ આખી ધરતીનો ભાર પોતાની ફેણ પર ઉઠાવે છે.

તક્ષક નાગ-
ધર્મગ્રંથો અનુસાર, તક્ષક પાતાળવાસી 8 નાગ પૈકીના એક છે. તક્ષકના સંદર્ભમાં મહાભારતમાં એક વર્ણન છે. જે અનુસાર, શ્રૃંગી ઋષિના શ્રાપનાં કારણે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો, જેના કારણે તેમની મૃત્યુ થઈ હતી. તક્ષક નાગ પાસેથી બદલો લેવાના ઉદ્દેશ્યથી રાજા પરીક્ષિતના પુત્ર જનમેજયે સર્પ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અનેક નાગ સ્વાહા થવા લાગ્યા. આ જોઈને તક્ષક દેવરાજ ઈન્દ્રનાં શરણે ગયા. ત્યારે આસ્તિક ઋષિએ પોતાના મંત્ર બળથી સર્પોને આકાશમાં જ સ્થિર કરી દીધા હતા અને રાજા જનમેજયને સર્પ યજ્ઞ રોકવા માટે સમજાવ્યા હતા. આ પ્રકારે તક્ષક નાગનાં પ્રાણ બચ્યા હતા.

વાસુકી નાગ-
ધર્મગ્રંથો મુજબ વાસુકીને નાગોનો રાજા કહેવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં જે નાગ રહેલો છે તે વાસુકી નાગ છે. આ વાસુકી મહર્ષિ કશ્યપ અને કદ્રૂની સંતાન છે. જ્યારે માતા કદ્રૂએ નાગોને સર્પયજ્ઞમાં ભસ્મ થવાનું શ્રાપ આપ્યુ ત્યારે નાગની પ્રજાતિને બચાવવા માટે વાસુકી ચિંતિત થયા. ત્યારે એલાપત્ર નામના નાગે જણાવ્યું કે, તમારી બહેન જરત્કારુનો પુત્ર જ આ સર્પયજ્ઞ રોકી શકશે. ત્યારે નાગરાજ વાસુકીએ પોતાની બહેનનાં વિવાહ ઋષિ સાથે કરાવ્યા. વખત આવ્યે જરત્કારુએ આસ્તીક નામના વિદ્વાન પુત્રને જન્મ આપ્યો. આસ્તીકે જ પ્રિય વચન કહીને રાજા જનમેજયનાં સર્પ યજ્ઞને બંધ કરાવ્યો હતો. ધર્મગ્રંથો અનુસાર, સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકીનું દોરડુ બનાવાયુ હતું. યુદ્ધ સમયે વાસુકી ભગવાન શિવના ધનુષની કમાન બન્યા હતા.

શેષનાગ-
શેષનાગનું એકબીજુ નામ અનંત પણ છે. જ્યારે શેષનાગને જાણ થઈ કે, માતા કદ્રૂ અને ભાઈઓએ મળીને ઋષિ કશ્યપની બીજી પત્ની વિનતા સાથે છળ કર્યુ છે, ત્યારે તેમણે પરિવારનો ત્યાગ કરીને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવાનો આરંભ કર્યો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે, તેમની બુદ્ધિ ક્યારેય પણ ધર્મથી વિચલિત નહીં થાય. બ્રહ્માએ શેષનાગને એમ પણ કહ્યું કે, પૃથ્વી નિરંતર હલતી રહે છે, સ્થિર નથી રહેતી, માટે પૃથ્વીને તમારા ફણ પર એ પ્રકારે ધારણ કરો, કે જેથી હલતી બંધ થઈ જાય. આ પ્રકારે શેષનાગે પૃથ્વીને પોતાની ફેણ પર ધારણ કરી. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગના આસન પર જ બિરાજે છે. ધર્મગ્રંથો અનુસાર, ભગવાન શ્રીરામનાં નાના ભાઈ લક્ષ્મણ અને શ્રીકૃષ્ણનાં મોટાભાઈ બલરામ શેષનાગનાં જ અવતાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news