બાપને પણ ક્યારેય નથી મળી એવી જબરદસ્ત ઓફર મળી દીકરાને! પણ, ધડ દઈને પાડી દીધી ના

બોબી દેઓલનો દીકરો આર્યમાન બહુ હેન્ડસમ લુક ધરાવે છે

બાપને પણ ક્યારેય નથી મળી એવી જબરદસ્ત ઓફર મળી દીકરાને! પણ, ધડ દઈને પાડી દીધી ના

મુંબઈ : બોલિવૂડમાં કપૂરપરિવારની જેમ જ દેઓલ પરિવાર પણ બહુ લોકપ્રિય છે. ધર્મેન્દ્ર પછી સની દેઓલ અને બોબી દેઓલે પણ બોલિવૂડમાં પોતાની કરિયર બનાવી છે. હવે સની દેઓલનો મોટો દીકરો કરણ દેઓલ પણ બહુ જલ્દી મોટા પડદા પર એન્ટ્રી કરવાનો છે. થોડા સમય પહેલાં હાલમાં જ ઈન્ટરનેટ પર દેઓલ પરિવારની એક એવી તસવીર વાઈરલ થઈ હતી જેમાં બોબી દેઓલ અને તેની સાથે તેનો દીકરો અને ધર્મેન્દ્રનો પૌત્ર આર્યમાન જોવા મળ્યો હતો. બોબી અને તાન્યાનો દીકરો આર્યમાન 16 વર્ષનો છે. સામાન્ય રીતે તે હંમેશા મીડિયાથી દૂર રહે છે. બોબી દેઓલે સાત વર્ષ પછી આઇફામાં કમબેક કર્યુ હતું અને આ સમયે તેની સાથે તેનો પરિવાર પણ હાજર હતો. 

ચર્ચા પ્રમાણે હાલમાં આર્યમાનને યશરાજ ફિલ્મ્સની ફિલ્મ ઓફર થઈ હતી પણ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. નોંધનીય છે કે યશરાજ ફિલ્મ્સની ગણતરી ટોચના બોલિવૂડ પ્રોડક્શન હાઉસમાં થાય છે અને બોબી દેઓલને એની આખી કરિયરમાં ક્યારેય યશરાજ ફિલ્મ્સની એકપણ ફિલ્મમાં કામ કરવાની તક નથી મળી અને આ જ પ્રોડક્શ હાઉસે આર્યમાનને તેની પહેલી ફિલ્મ ઓફર કરી છે. જોકે, બોબીને લાગે છે કે તેના દીકરાની વય અત્યારે અભ્યાસ કરવાની છે અને અભ્યાસ પુરો કરીને જ આર્યમાને બોલિવૂડમાં પગ મુકવા જોઈએ.

હાલમાં દેઓલપરિવારની ત્રીજી પેઢી સિલ્વર સ્ક્રિન પર એન્ટ્રી કરવા માટેની તૈયારી કરી રહી છે. સની પોતાના દીકરા કરણને ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મને સની જ ડિરેક્ટર કરી રહ્યો છે. બોબી તાજેતરમાં જ સલમાન ખાન સાથે ‘રેસ 3’માં લીડ સ્ટાર તરીકે જોવા મળ્યો હતો. કેટલાક વર્ષ ફિલ્મ્સથી દૂર રહ્યાં પછી બોબી ફરીથી પોતાના કરિયરને પાટે ચડાવવાની કોશિશ કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news