બોલીવુડના આ સ્ટાર કપલ્સે પણ લગ્નમાં પાણીની જેમ ખર્ચ્યા હતા કરોડો રૂપિયા, કિંમત જાણીને ચોંકી જશો

Bollywood Most Expensive Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે બંને 6 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. તો ચાલો જાણીએ અન્ય સ્ટાર્સે તેમના લગ્નમાં કેટલા પૈસા ખર્ચ્યા હતા.
 

બોલીવુડના આ સ્ટાર કપલ્સે પણ લગ્નમાં પાણીની જેમ ખર્ચ્યા હતા કરોડો રૂપિયા, કિંમત જાણીને ચોંકી જશો

Bollywood Most Expensive Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ બંનેના લગ્નના સમાચાર ઘણા દિવસોથી સામે આવી રહ્યા છે. આખરે બંને આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બંનેના લગ્ન પહેલા એક સમાચાર સામે આવ્યા છે. જેમાં લગ્નના બજેટનો ખુલાસો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંનેના લગ્નનું બજેટ 6 કરોડ રૂપિયા છે. આ ખાસ અહેવાલમાં અમે તમને બોલિવૂડના સૌથી મોંઘા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ લિસ્ટમાં અનુષ્કા શર્માથી લઈને રણવીર સિંહ સુધીના લગ્ન સામેલ છે.

No description available.

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા 
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નનું બજેટ 4 કરોડ રૂપિયાથી વધુ હતું.

No description available.

કરીના કપૂર-સૈફ અલી ખાન
સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સમાચાર મુજબ બંનેએ લગ્નમાં 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

No description available.

સોનમ કપૂર-આનંદ અહુજા
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ અહુજા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, સોનમ કપૂરની એન્ગેજમેન્ટ રિંગની કિંમત જ 90 લાખ રૂપિયા છે.

No description available.

પ્રિયંકા ચોપરા-નિક જોનસ 
બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્નમાં 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બંનેએ જોધપુરમાં લગ્ન કર્યા હતા.

No description available.

વિકી કૌશલ-કેટરિના કૈફ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંનેના લગ્નમાં 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

No description available.

અર્પિતા ખાન-આયુષ શર્મા
અર્પિતા ખાને બોલિવૂડના જાણીતા અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. જો સમાચારોનું માનીએ તો આ બંનેના લગ્નમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બંનેના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

No description available.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બોલિવૂડના સૌથી મોંઘા લગ્નમાંથી એક લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નમાં 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

No description available.

રણવીર સિંહ-દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને સૌથી ક્યૂટ કપલની યાદીમાં રાખવામાં આવ્યા છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંનેના લગ્નમાં 77 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

No description available.

સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news