સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના ચારના કમકમાટીભર્યા મોત, ગાડી તોડીને લાશ બહાર કઢાઈ

Accident News : સુરેન્દ્રનગરના સાયલા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત... ગોઝારા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા...

સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના ચારના કમકમાટીભર્યા મોત, ગાડી તોડીને લાશ બહાર કઢાઈ

Accident On Rajkot Limbdi Highway મયુર સાંધી/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર: સાયલા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ચારેય લોકો એક જ પરિવારના સદસ્યો હતો. ટ્રકની પાછળના ભાગે ઈકો કાર ધડાકાભેર અથડાતાં પિતા, બે પુત્ર અને ભત્રીજાનું અકસ્માતમાં મોત નિપજ્યુ છે. પરિવારના ચારેય લોકો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામં વધુ એક ગોઝારો અકસ્માત નોંધાયો છે. સાયલાના ડોળીયા નજીક બન્યો બનાવ હતો. સાયલા નજીક ઇકો કાર ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે નિપજ્યા મોત નિપજ્યા છે. એક જ પરિવારના ચાર પુરુષો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રકના પાછળના ભાગે ઇકો કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી.

આ પણ વાંચો : 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ પિતા અને તેમના બે પુત્ર અને ભત્રીજાનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળે 4 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકોના મૃતદેહો કારમાં ક્ષતવિક્ષત હાલમાં જોવા મળ્યા હતા. જેમને બહાર કાઢી પી.એમ માટે ખસેડવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news