Sushant Singh Rajput ની આ સુપરહિટ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ

Sushant Singh Rajput Film: બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂત જેમનું કમનસીબે નિધન થયું હતું. આવતા અઠવાડિયે સુશાંતની એક સુપરહિટ ફિલ્મ ફરી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે પ્રથમ વખત પણ 200 કરોડથી વધુની કમાણી કરી હતી..

Sushant Singh Rajput ની આ સુપરહિટ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ

MS Dhoni The Untold Story Re Releasing In Theatres: છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું છે કે નવી અને લેટેસ્ટ ફિલ્મો બહુ ચાલી રહી નથી પરંતુ તેની સાથે જૂની ફિલ્મો મોટા પડદા પર ફરી રિલીઝ થઈ રહી છે જે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. જેની ગણના 'ફોરએવર ક્લાસિક'માં થાય છે અથવા જેમના કલાકારોની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તાજેતરમાં, શાહરૂખ-કાજોલની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', શાહિદ-કરીનાની 'જબ વી મેટ' અને શ્રીદેવીની 'ઈંગ્લિશ વિંગ્લિશ' જેવી ઘણી ફિલ્મો ફરી રિલીઝ થઈ ચુકી છે. આવતા અઠવાડિયે, આવી બીજી એક બૉલીવુડ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને લોકો તેના વિશે ખુબ જ એક્સાઈટેડ છે! આ ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છે..

સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ 

જો તમે હજી સુધી સમજી શક્યા નથી કે અમે અહીં કઈ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ, તો અમે તમને જણાવીએ કે અહીં સુશાંત સિંહ રાજપૂતની સુપરહિટ ફિલ્મ 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' વિશે વાત કરવામાં આવી રહી છે. ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત આ ફિલ્મ ભારતમાં 12 મે, 2023 ના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ રહી છે અને તમે તેને હિન્દી, તમિલ અને તેલુગુમાં જોઈ શકશો.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત, કિયારા અડવાણી અને દિશા પટની સ્ટારર 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' સપ્ટેમ્બર 2016માં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે ફિલ્મે 21.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં આ ફિલ્મનું લાઈફટાઈમ  કલેક્શન રૂ. 133.04 કરોડ હતું અને વિશ્વભરમાં આ ફિલ્મે રૂ. 215.4 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ જોવા માટે માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ જ ઉત્સુક નથી, પરંતુ તેની સાથે સુશાંતના ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
રાશિફળ 5 મે: આ જાતકોને ગ્રહ ગોચર કરાવશે મબલક લાભ, તમારી પ્રગતિ જોઈને આંખો અંજાઈ જશે
ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news