Cannes: આલિયા ભટ્ટના મેટ ગાલા ડેબ્યૂ પછી પહેલીવાર કાન્સમાં જોવા મળશે આ બોલિવૂડ એક્ટ્રેસ!

Cannes Film Festivalમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી હસ્તીઓ જોવા મળશે અને રેડ કાર્પેટ પર પોતાનો પાવર બતાવશે! જ્યારે દરેકની નજર હજુ પણ મેટ ગાલાના ફોટા અને વીડિયો પર છે, ત્યારે હવે કાન્સની તૈયારીઓ ચાલી રહી છે. આલિયાના મેટ ગાલા ડેબ્યૂ બાદ હવે બોલિવૂડની આ મોટી એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Cannes: આલિયા ભટ્ટના મેટ ગાલા ડેબ્યૂ પછી પહેલીવાર કાન્સમાં જોવા મળશે આ બોલિવૂડ એક્ટ્રેસ!

Anushka Sharma at Cannes Film Festival 2023 Confirmed: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશ્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે અને આપણા કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા, વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ્સમાંથી એક, મેટ ગાલા 2023, અભિનેત્રી આલિયા ભટ્ટે તેના સ્ટાર-સ્ટડેડ ડેબ્યૂ કર્યું હતું અને તેનો વ્હાઇટ ગાઉન લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો. મેટ ગાલા પછી હવે બીજી એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ આવી રહી છે જેનું નામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળે છે અને અહીં રેડ કાર્પેટ પર હોવું એ મોટી વાત છે! આલિયા ભટ્ટની મેટ ગાલા ડેબ્યૂ બાદ હવે આ મોટી એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ એક્ટ્રેસ કાન્સમાં પહેલીવાર જોવા મળશે

અમે હમણાં જ તમને કહ્યું તેમ, મેટ ગાલા પછી, હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય જેવી ઘણી બૉલીવુડ એક્ટ્રેસીસ આ રેડ કાર્પેટ પર જોવા મળી છે; આ વર્ષે અહીં એક એવી એક્ટ્રેસ જોવા મળશે જેણે આ પહેલા કાન્સમાં ક્યારેય હાજરી આપી નથી. તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ એક્ટ્રેસ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની.

No description available.

અનુષ્કા શર્માના કાન્સ ડેબ્યૂ અંગે કન્ફર્મેશન!

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે અનુષ્કા શર્મા આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક ઇવેન્ટનો ભાગ હશે જે સિનેમાની દુનિયાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરશે; આ ઈવેન્ટમાં અનુષ્કાની સાથે ઓસ્કાર વિનર અભિનેત્રી કેટ વિન્સલેટ પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, આ સમાચાર ભારતમાં ફ્રેન્ચ એમ્બેસેડર ઈમેન્યુઅલ લેનેને કન્ફ્રર્મ કર્યા છે.

હાલમાં, આ વિશે અનુષ્કા તરફથી કોઈ માહિતી સામે આવી નથી અને હજુ સુધી એ જાણી શકાયું નથી કે અનુષ્કા આ ઈવેન્ટ માટે કયા ડિઝાઈનરનું આઉટફિટ પહેરશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 16 મે, 2023થી શરૂ થશે અને 27 મે, 2023 સુધી ચાલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news