Video: એક્શન અવતારમાં જોવા મળશે ધનુષ, આનંદ એલ રાયની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મનું ટીઝર રિલીઝ

Tere Ishq Mein Film Teaser: આજથી દસ વર્ષ પહેલાં સોનમ કપૂર અને ધનુષની રાંજણા ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કુંદનને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. ત્યારે આ ખાસ દિવસે જ ધનુષની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.

Video: એક્શન અવતારમાં જોવા મળશે ધનુષ, આનંદ એલ રાયની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મનું ટીઝર રિલીઝ

Tere Ishq Mein Film Teaser: દસ વર્ષ પહેલા સાઉથ સુપરસ્ટાર ધનુષ સોનમ કપૂર સાથે ફિલ્મ રાંજણામાં જોવા મળ્યો હતો. ત્યારથી જ હિન્દી ફિલ્મના ચાહકોના દિલમાં પણ ધનુષની ખાસ જગ્યા બની ગઈ છે. થોડા સમય પહેલા જ આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રે માં પણ ધનુષ જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મમાં ધનુષ એક રોમેન્ટિક બોયની ભૂમિકામાં હતો. પરંતુ હવે ધનુષ દસ વર્ષ પછી એક્શન ફિલ્મમાં જોવા મળશે. ધનુષની આગામી બોલીવુડ ફિલ્મ તેરે ઇશ્ક મેનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં તે દમદાર એક્શન કરતો જોવા મળે છે. ફિલ્મમાં તે શંકર બનીને આગ વરસાવવા આવી રહ્યો છે.

આ પણ વાંચો:

આનંદ એલ રાય અને ધનુષ પહેલા અતરંગી રે ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અતરંગી રે ફિલ્મ પછી બંનેના સંબંધો ખાસ બની ગયા અને ત્યાર પછી ધનુષની એન્ટ્રી આનંદ રાયની નવી ફિલ્મમાં પણ થઈ. ખાસ વાત એ છે કે આજથી દસ વર્ષ પહેલાં સોનમ કપૂર અને ધનુષની રાંજણા ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કુંદનને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. ત્યારે આ ખાસ દિવસે જ ધનુષની આગામી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.

રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં ધનુષ ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. તેના હાથમાં એક સળગતી બોટલ જોવા મળે છે અને તે ભાગી રહ્યો છે. આ ટીઝર પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મની વાર્તા પ્રેમ, જુનુન અને શિદ્દતથી ભરેલી હશે. આ ફિલ્મના ટીઝર બાદ ધનુષના ચાહકો ફિલ્મ જોવા ઉત્સાહિત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news