ફિલ્મ કલાકારો પણ રૂપિયા આપે છે ઉધાર, બિઝનેસમાં રોકાણ કરી બોલીવુડ સ્ટાર્સ કરે છે લાખોની કમાણી

Bollywood Star's Business: બોલીવુડ સ્ટાર્સ ફિલ્મો અને જાહેરાતમાં એક્ટિંગ કરીને જ પૈસા કમાતા હોય છે તેવું તમને લાગતું હોય તો તે ખોટું છે. ફિલ્મ સ્ટાર્સ પણ લોકોને પૈસા ઉધાર આપીને કમાણી કરે છે. ફરક એટલો હોય છે તેઓ બિઝનેસમાં પૈસા રોકે છે અને રોકેલા પૈસાના વ્યાજના બદલે નફામાં ભાગીદારી રાખે છે. બોલીવુડના જાણીતા સ્ટાર્સ પોતાના આવા સાઈડ બિઝનેસમાંથી લાખોની કમાણી કરે છે. ચાલો આજે તમને જણાવીએ કયા કલાકારે કઈ કંપનીમાં કર્યું છે રોકાણ

રણવીર સિંહ

1/5
image

બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહે SUGAR કોસ્મેટિક્સ કંપનીમાં રોકાણ કર્યું છે. બ્યુટી પ્રોડક્ટ બનાવતી આ કંપની 2012માં શરૂ થઈ હતી.  

પંકજ ત્રિપાઠી

2/5
image

અભિનેતા પંકજ ત્રિપાઠીએ એગ્રી-ટેક સ્ટાર્ટઅપ કૃષિ નેટવર્કમાં રોકાણ કર્યું છે. આ રોકાણની મદદથી કૃષિ નેટવર્ક તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીને સમગ્ર ભારતમાં ફેલાવવા કાર્ય કરે છે.

સારા અલી ખાન 

3/5
image

અભિનેત્રી સારા અલી ખાને D2C સ્ટાર્ટઅપ ધ સોલ્ડ સ્ટોરમાં રોકાણ કર્યું હતું. 'ધ સોલ્ડ સ્ટોર' જેન્ટ્સ અને લેડીઝ માટે પોપ કલ્ચર અને કેઝ્યુઅલ વેર તૈયાર કરે છે. આ કંપનીની શરૂઆત 2013 માં થઈ હતી. 

અનુષ્કા શર્મા

4/5
image

અનુષ્કા શર્માએ તેના પતિ વિરાટ કોહલી સાથે ફેબ્રુઆરી 2022માં પ્લાન્ટ આધારિત માંસ સ્ટાર્ટઅપ બ્લુ ટ્રાઈબમાં રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટ-અપ છોડ આધારિત માંસના વિકલ્પ વહેંચે છે. તેની શરુઆત 2017 માં થઈ હતી. 

સોનુ સૂદ

5/5
image

અભિનેતા સોનુ સૂદ અને જિતિન ભાટિયાએ સાથે મળીને એઆઈ-આધારિત સોશિયલ મીડિયા એપ એક્સપ્લર્જર લોન્ચ કર્યું છે.