Dia Mirza બિઝનેસમેન Vaibhav Rekhi સાથે લેશે સાત ફેરા, 15 ફેબ્રુઆરીએ થશે લગ્ન

બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) ને લઈને ખુશખબર સામે આવી છે, તે જલદી બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્નના બંધનમાં બંધાવાની છે. 

Dia Mirza બિઝનેસમેન Vaibhav Rekhi સાથે લેશે સાત ફેરા, 15 ફેબ્રુઆરીએ થશે લગ્ન

નવી દિલ્હીઃ આ દિવસોમાં બોલીવુડ (bollywood) માં લગ્નની સીઝન ચાલી રહી છે. પાછલા વર્ષના અંતમાં આ સિલસિલો શરૂ થયો હતો. નેહા કક્કડ-રોહનપ્રીત, આદિત્ય નારાયણ-શ્વેતા અગ્રવાલ, વરૂણ ધવન-નતાશા દલાલ બાદ હવે બોલીવુડમાં વધુ એક ઢોલ વાગવાના છે. બોલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) ને લઈને શરૂઆતી સમાચાર સામે આવી રહ્યા છે, માહિતી છે કે અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza)  જલદી લગ્નના બંધનમાં બંધાાની છે, તે જલદી બિઝનેસમેન વૈભવ રેખી (Vaibhav Rekhi) સાથે લગ્ન કરવાની છે. 

ક્યારે થશે લગ્ન
SpotboyE માં પ્રકાશિત ખબર અનુસાર અભિનેત્રી દીયા મિર્ઝા (Dia Mirza) 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી  (Vaibhav Rekhi) સાથે સાત ફેરા લેવાની છે. આ લગ્ન કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેવાના છે. 

અચાનક સામે આવેલા આ લગ્નના સમાચારથી તેના ફેન્સ આશ્ચર્યમાં છે તો આ લગ્નમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટ જોઈને લોકો પણ હેરાન છે. હકીકતમાં આ લગ્નને ખુબ ખાનગી રાખવાનું પ્લાનિંગ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે દીયા અને વૈભવની મિત્રતા થઈ હતી. હવે બન્નેએ એક થવાનો નિર્ણય લીધો છે. 

કોણ છે વૈભવ રેખી
દિયા મિર્ઝાના થનારા જીવનસાથીનું નામ સાંભળી તમે જાણવા ઈચ્છશો કે તે કોણ છે? તો તમને જણાવી દઈએ કે વૈભવ મુંબઈના જાણીતા બિઝનેસમેન છે. એટલું જ નહીં તે સેલિબ્રિટી યોગા ઇન્સ્ટ્રક્ટર સુનૈના રેખીના પૂર્વ પતિ છે. બન્નેને એક પુત્રી પણ છે. 

2019મા થયા હતા છુટાછેડા
તમને જણાવી દઈએ કે દીયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. પહેલા તેના લગ્ન સાહિલ સંઘા સાથે થયા હતા. તે 11 વર્ષ ચાલ્યા હતા, ત્યારબાદ 2019મા બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દીયા મિર્ઝા  (Dia Mirza) અને સાહિલ બન્નેએ એક જ પોસ્ટ શેર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news