Valentine Special: પોતાના સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે બોલીવુડના આ 5 કપલ

વેલેન્ટાઈન ડે હવે નજીક છે. આ દિવસને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ખાસ અંદાજમાં ઉજવે છે. કેટલાંક યુવક-યુવતીઓ આ દિવસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. ત્યારે સામાન્ય લોકોની જેમ બોલિવુડ સિતારા પણ પોતાના પ્રેમ સંબંધોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. 

Valentine Special: પોતાના સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે બોલીવુડના આ 5 કપલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ વેલેન્ટાઈન ડેના દિવસે જેમ સામાન્ય લોકો પોતાના પ્રેમનો એકરાર કરે છે. જેમ બોલિવુડમાં પણ આ દિવસનું અનોખું મહત્વ છે. બોલિવુડમાં અનેક એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે એકબીજાને ડેટ તો કરે છે. પરંતુ આ સિતારાઓએ હજુ સુધી પોતાના સંબંધની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના આ ખાસ વીકમાં અમે તમને આવા સિતારાઓથી રૂબરૂ કરાવીશું જે એ એકબીજાને લાંબા સમયથી ડેટ કરે છે. પરંતુ ક્યારેય પોતાના પ્રેમનો એકરાર કર્યો નથી. 

1. મલાઈકા અરોરા-અર્જુન કપૂર:
હાલમાં આ બંનેના પ્રેમ સંબંધની સૌથી વધારે ચર્ચા છે. મલાઈકા અરોરા બોલિવુડમાં આઈટમ નંબર કરીને જાણીતી બની છે. તો બોની કપૂરનો પુત્ર અર્જુન કપૂર ફિલ્મોમાં અભિનય કરીને જાણીતો બન્યો છે. મલાઈકા-અર્જુન બંને એકસાથે અનેકવાર જોવા મળે છે. બંને એકસાથે ડિનર ડેટ પણ પણ જોવા મળે છે. અરબાઝ ખાન સાથે છૂટાછેડા પછી મલાઈકાએ અર્જુન કપૂરનો સાથ પસંદ કર્યો છે. એવું પણ કહેવાય છે કે અર્જુન કપૂરના કારણે મલાઈકા અરબાઝના છૂટાછેડા થયા. સાથે રહેતા હોવા છતાં બંનેએ પોતાના પ્રેમ સંબંધ વિશે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી.

2. સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી:
બોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને MS ધોની ફિલ્મથી જાણીતી બનેલી કિયારા અડવાણી પોતાની રિલેશનશીપના કારણે ચર્ચાંમાં છે. બંને હાલમાં જ માલદીવ પ્રવાસે એકસાથે ગયા હતા. અને કેટલાંક ફોટો પણ એકસરખા શેર કર્યા હતા. બંને ક્યૂટ કપલને અનેકવાર ડિનર ડેટ પર સાથે કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

 

3. ટાઈગર શ્રોફ અને દિશા પાટની:
બોલિવુડ અભિનેતા અને અભિનેત્રી દિશા પાટની બોલિવુડના એવા કપલમાંથી એક છે. જે ઘણા લાંબા સમયથી પોતાના સંબંધના કારણે ચર્ચામાં છે. બંને સ્ટાર્સ મોટાભાગનો સમય સાથે પસાર કરે છે. બંને એકસાથે ફિલ્મો અને વીડિયો સોંગમાં પણ કામ કરી ચૂક્યા છે. ટાઈગર-દિશા ડેટ પર જવાની સાથે વેકેશન પણ સાથે એન્જોય કરે છે. જોકે સાર્વજનિક રીતે બંને રિલેશનશીપને લઈને કોમેન્ટ કરવાથી બચતા રહ્યા છે. જોકે બંનેના સંબંધો વિશે પરિવારને બધી જ જાણકારી છે. પિતા જેકી શ્રોફ અને માતા આયેશા શ્રોફ દિશાને ખૂબ પસંદ કરે છે. જ્યારે બહેન ક્રિશ્ના શ્રોફને દિશા સાથે સારું ટ્યૂનિંગ છે.

4. વિક્કી કૌશલ- કેટરીના કૈફ:
ઉરી ફેમ ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલ અને બોલિવુડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફને લઈને એવી અફવા છે કે બંને એકબીજાને ડેટ કરે છે. જોકે બંનેએ પોતાના સંબંધનો ખૂલીને સ્વીકાર કર્યો નથી. બંને સ્ટાર્ટ એકબીજાની સાથે અનેક કાર્યક્રમ અને પાર્ટીઓમાં જોવા મળે છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના વિક્કી કૌશલ સાથે સંબંધને લઈને ગંભીર છે. અને બંને પોતાના સંબંધને આગળ લઈ જવા માગે છે.

 

5. અરબાઝ ખાન-જ્યોર્જિયા એન્ડ્રિયાની:
પોતાના કામ કરતાં સલમાન ખાનના ભાઈ તરીકે વધારે જાણીતો અરબાઝ ખાન પણ જીવનમાં આગળ વધી ગયો છે. મલાઈકા અરોરા સાથે છૂટાછેડા પછી હાલ તે મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ ખાન અને જ્યોર્જિયા પાર્ટી હોય કે વેકેશન અનેકવાર સાથે કેમેરામાં કેદ થયા છે. બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. બંનેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે. જોકે હજુ સુધી આ કપલે પણ પોતાના પ્રેમ સંબંધ વિશે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news