મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'ના આ સંવાદો તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી

આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણીનો રોલ ભજવી રહી છે

મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'ના આ સંવાદો તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી

મુંબઈ : રાધા કૃષ્ણ, જગરલામુડી તેમજ કંગન રનૌતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' હિંદી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ઝાંસીની રાણીમાં હતી એવી ક્રાંતિની આગ કંગનાની આંખમાં પણ જોવા મળે છે. ફિલ્મમાં કંગનાનો અભિનય અને ડિરેક્શન બંને જબરદસ્ત છે. આ ફિલ્મની શરૂઆત અમિતાભ બચ્ચનના વોઇસ ઓવરથી થાય છે અને ફિલ્મનો મૂડ તરત સેટ કરી દે છે. 

પ્રજાસત્તાક દિવસના પર્વને સેલિબ્રેટ કરવા માટે રિલીઝ કરવા માટે બનાવવામાં આવેલી ફિલ્મ દેશભક્તિથી ભરપુર છે. આ ફિલ્મને થિયેટરમાં જોવાથી જોશથી ભરાઈ જશો. 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'નું ટ્રેલર બહુ લોકપ્રિય થયું છે એટલે ઝી સ્ટુડિયોએ એને વધારેમાં વધારે સ્ક્રીન પર રિલીઝ કરવાના પ્રયાસ કર્યા છે. આ ફિલ્મને ભારતમાં 3000 સ્ક્રીન પર અને વિશ્વના 50 દેશોમાં 700 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મના સંવાદો જબરદસ્ત છે જે તમારામાં દેશભાવનાને ભરી દેશે.

કંગનાની આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ઐતિહાસિક પૃષ્ઠભુમિ પર બનેલી આ બિગ બજેટ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે મહત્વના રોલમાં જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news