દીપિકા, રણવીર અને કોન્ડોમ ! કંપનીએ પણ પબ્લિસિટીની ગંગામાં ધોઈ લીધા હાથ

કોન્ડમ બનાવનારી કંપની ડ્યૂરેક્સે પણ દીપિકા અને રણવીરને અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે

દીપિકા, રણવીર અને કોન્ડોમ ! કંપનીએ પણ પબ્લિસિટીની ગંગામાં ધોઈ લીધા હાથ

મુંબઈ : બોલિવૂડની 'મસ્તાની' દીપિકા પાદુકોણને આખરે પોતાનો પ્રેમ મળી ગયો છે. દીપિકા અને રણવીર આખરે ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપિકા અને રણવીરે લેક કોમો ખાતે કોંકણી રિવાજથી લગ્ન કરી લીધા છે. 15 નવેમ્બરે આ જોડીના લગ્ન સિંધી રિવાજ પ્રમાણે થશે. આ લગ્ન પછી કોન્ડમ બનાવનારી કંપની ડ્યૂરેક્સે પણ દીપિકા અને રણવીરને અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. આમ, દીપિકા અને રણવીરના લગ્ન વિશે જે પબ્લિસિટી અને ઉત્સાહનો માહોલ છે એની વહેતી ગંગામાં કંપનીએ પોતાના હાથ ધોઈ લીધા છે. 

— Durex India (@DurexIndia) November 14, 2018

નોંધનીય છે કે રણવીર સિંહ ડ્યૂરેક્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ડ્યૂરેક્સની જાહેરાતથી ચર્ચામાં પણ આવી ચૂક્યો છે. આ કંપની પહેલા પણ સેલેબ્સને મજેદાર રીતે શુભેચ્છા આપતી રહી છે. આ પહેલા ડ્યૂરેક્સ વિરાટ-અનુષ્કા અને સોનમ કપૂર-આનંદ આહુજાને પણ લગ્નની શુભેચ્છા પાઠવી ચૂકી છે. લગ્ન પછી રણવીર અને દીપિકાના ખાસ મિત્ર કરણ જોહરે આ જોડીને વધામણા આપ્યા છે. કરણ જોહરના આ ટ્વીટને જોડીના ચાહકોએ ઉત્સાહથી વધાવી લીધું છે. 

ડ્યૂરેક્સ કંપનીની આ શુભેચ્છા પર લોકોએ મજેદાર કમેન્ટ્સ કરી છે. નોંધનીય છે કે કોન્ડમનું એન્ડોર્સમેન્ટ સાઈન કર્યા પછી એક ઈન્ટરવ્યૂમાં રણવીરે એ પણ કહ્યું હતું કે તે હંમેશા પોતાના વોલેટમાં કોન્ડમ રાખે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news