એકતા કપૂરે પાડ્યું દીકરાનું નામ, ઇમોશનલ સંદેશ સાથે કર્યું જાહેર

એકતા કપૂરના ઘરે 27 જાન્યુઆરીએ દીકરાનો જન્મ થયો છે

એકતા કપૂરે પાડ્યું દીકરાનું નામ, ઇમોશનલ સંદેશ સાથે કર્યું જાહેર

નવી દિલ્હી : સરોગેસી દ્વારા માતા બનેલી ટીવી ક્વીન એકતા કપૂરે પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. તેણે ટ્વીટર પર ફેન્સને જણાવ્યું કે તેના દીકરાનું નામ પિતા જિતેન્દ્રના નામ પર રાખવામાં આવ્યું છે. તેણે પોતાના દીકરાનું નામ રવિ કપૂર રાખ્યું છે જે જિતેન્દ્રનું અસલી નામ છે. એકતાએ સોશિયલ મીડિયા પર નામનો ખુલાસો કરતા લખ્યું કે પ્લીઝ નાનકડા રવિને તમારો પ્રેમ અને આશીર્વાદ મોકલો. જય માતા દી, જય બાલાજી….

એક્તાએ આગળ કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે એક ભાવનાત્મક પળો છે. હું એક માતા તરીકે આ નવા સફરની શરૂઆત કરવા માટે રાહ નથી જોઈ શકતી. એકતાએ બાળકનું નામ શેર કરતા તેના સ્પેલિંગમાં e અક્ષર જોડ્યો છે. રિપોર્ટ મુજબ એકતાના દીકરાનો સ્પેલિંગ ન્યૂમરોલોજિસ્ટ સંજય જુમાનીએ રાખ્યો છે. આથી હવે બાળકનું નામ ravie લખવામાં આવશે.

A post shared by Ek❤️ (@ektaravikapoor) on

મળતા સમાચાર પ્રમાણે એકતા 27 જાન્યુઆરીએ સરોગસીની મદદથી માતા બની છે તેમજ બાળક અને માતાની તબિયત સારી છે. એકતાના પહેલા સંતાન તરીકે દીકરો આવ્યો છે. એકતાનો ભાઈ તુષાર પણ 3 વર્ષ પહેલાં સરોગસીના માધ્યમથી દીકરા લક્ષ્યનો પિતા બન્યો છે. એકતા ભાઈના દીકરા લક્ષ્યની બહુ નજીક છે અને હવે તે પોતે માતા બની છે. 

થોડા સમય પહેલાં એકતાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે લગ્ન નહીં કરે પણ ચોક્કસપણે માતા બનશે. તેણે સ્વીકાર્યું હતું કે તે બાળકની જવાબદારી ઉઠાવવા સંપૂર્ણપણે તૈયાર છે. એકતાએ પોતાની નિર્ધાર પુર્ણ કર્યો અને લક્ષ્યને પણ કઝિન સાથે રમવાનો ચાન્સ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news