ઈલેક્શન કમિશને કહ્યું- ચૂંટણી બાદ રિલીઝ થાય 'પીએમ નરેન્દ્ર મોદી'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને પંચનો આ નિર્ણય યોગ્ય છે કે 19 મેએ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. 
 

ઈલેક્શન કમિશને કહ્યું- ચૂંટણી બાદ રિલીઝ થાય 'પીએમ નરેન્દ્ર મોદી'

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તે વાતનું ફરી પુનરાવર્તન કર્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો તેમનો નિર્ણય યોગ્ય અને કાયદેસર છે. બુધવારે એક સૂત્રએ અહીં આ વાતની જાણકારી આપી હતી. પંચે સોમવારે બોયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' સંબંધિત પોતાનો રેકોર્ડ એક સીલબંધ કવરમાં સર્વોચ્ચ ન્યાયાલયને સોંપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટને સોંપેલા ચૂંટણી પંચના રિપોર્ટથી માહિતગાર એક સૂત્રએ તે વાતની જાણકારી આપી કે જે અધિકારીઓએ આ ફિલ્મ જોઈ છે તેમનું માનવું છે કે, ચૂંટણી દરમિયાન આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો એક વિશેષ રાજકીય પક્ષને તેનો ભરપૂર લાભ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેને ધ્યાનમાં રાખીને પંચનો આ નિર્ણય યોગ્ય છે કે 19 મેએ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવે.

PM મોદીએ આપ્યા અક્ષયના સવાલોના જવાબ, જુઓ વીડિયો 

ચૂંટણી પંચના આ રિપોર્ટ પર સર્વોચ્ચ ન્યાયાલય શુક્રવારે નિર્ણય લેશે. પંચે પોતાના વકીલ રાકેશ દ્વિવેદીના માધ્યમથી કોર્ટમાં આ રિપોર્ટ જમા કરાવ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયની પીઠે પંચને આ રિપોર્ટને ફિલ્મ પ્રોડ્યૂસરની સાથે શેર કરવાની સૂચના આપી છે. સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ (સીબીએફસી)ની મંજૂરી મળ્યા બાદ પણ ફિલ્મની રિલીઝને રોકવાના ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ ફિલ્મ પ્રોડ્યૂસરે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news