હેમા માલીની સાથે લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા હતા ધર્મેન્દ્ર

Dharmendra Love Affairs: ધર્મેન્દ્રએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી કરી ત્યારે તે લગ્ન કરી ચૂક્યા હતા અને ચાર બાળકોના પિતા હતા. તેમ છતાં તેમનું દિલ ડ્રીમ ગર્લ હેમા માલીની પર આવ્યું. તેમણે પહેલી પત્નીને છોડીને હેમા માલીની સાથે લગ્ન કર્યા. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે હેમા માલીની સાથે લગ્ન કર્યા પછી પણ ધર્મેન્દ્રનું દિલ એક હસીના પર આવ્યું હતું.

હેમા માલીની સાથે લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા હતા ધર્મેન્દ્ર

Dharmendra Love Affairs: બોલીવુડના લેજેન્ડરી એક્ટ્રસમાંથી એક ધર્મેન્દ્ર પણ છે. તેમણે પોતાની અદાકારીથી કરોડો લોકોનું દિલ જીત્યું છે.  ધર્મેન્દ્ર તેમના સમયમાં કેટલા ફિલ્મો માટે પ્રખ્યાત હતા તેટલા જ તેના આશિક મિજાજ માટે પણ ચર્ચામાં રહેતા હતા. ધર્મેન્દ્ર એ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી કરી ત્યારે તે લગ્ન કરી ચૂક્યા હતા અને ચાર બાળકોના પિતા હતા. તેમ છતાં તેમનું દિલ ડ્રીમ ગર્લ હેમા માલીની પર આવ્યું. તેમણે પહેલી પત્નીને છોડીને હેમા માલીની સાથે લગ્ન કર્યા. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે હેમા માલીની સાથે લગ્ન કર્યા પછી પણ ધર્મેન્દ્રનું દિલ એક હસીના પર આવ્યું હતું. 

આ પણ વાંચો:

ખૂબ ઓછા લોકો એ જાણે છે કે હેમા માલીની સાથે બીજા લગ્ન કર્યા પછી ધર્મેન્દ્રને પોતાનાથી 27 વર્ષ નાની અભિનેત્રી સાથે પ્રેમ થયો હતો. બોલીવુડમાં થતી ચર્ચાઓ અનુસાર ધર્મેન્દ્રને અનિતા રાજ સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સમયે અનિતા ધર્મેન્દ્ર કરતાં 27 વર્ષ નાની હતી. સાથે ફિલ્મ કરતી વખતે અને સમય પસાર કરવાના કારણે અનિતા રાજ અને ધર્મેન્દ્ર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. 

ચર્ચાઓ એવી પણ છે કે ધર્મેન્દ્રનો પ્રેમ એટલો બધો વધારે હતો કે તે ડાયરેકટર્સને પોતાની સાથે અનિતા રાજને કાસ્ટ કરવા માટે ભલામણો કરતા હતા. પરંતુ જ્યારે આ વાતની ખબર હેમા માલીનીને પડી તો પહેલા તો તેને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે આ વાતનું કન્ફર્મેશન મળ્યું તો તેણે ધર્મેન્દ્રને વોર્નિંગ આપીને અનિતા રાજથી દૂર રહેવા જણાવી દીધું. તે સમયે આ વાત એટલી બધી ચર્ચામાં હતી કે અનિતા રાજ પણ બોલીવુડથી દૂર રહેવા લાગી અને ટીવી ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news