જૂહી ચાવલાની કાર્બન કોપી છે તેની દીકરી જાહ્નવી મહેતા, ફોટો જોઈને ફેન્સે કહી બીજી જૂહી....

Juhi Chawla's Daughter Jhanvi Mehta: જૂહી ચાવલાને જાહ્નવી મહેતા અને અર્જુન મહેતા નામના બે બાળકો છે. જોકે જૂહી ચાવલાના પતિની જેમ તેના બાળકો પણ લાઈમ લાઈટ થી દૂર રહે છે. પરંતુ હાલ તેની દીકરીનો એક ફોટો જોરદાર વાયરલ થયો છે.
 

જૂહી ચાવલાની કાર્બન કોપી છે તેની દીકરી જાહ્નવી મહેતા, ફોટો જોઈને ફેન્સે કહી બીજી જૂહી....

Juhi Chawla's Daughter Jhanvi Mehta: જૂહી ચાવલા પોતાના સમયની સુપરસ્ટાર રહી ચૂકી છે. તેણે બોલીવુડના લગભગ બધા જ સફળ અને સુપરસ્ટાર અભિનેતાઓ સાથે કામ કર્યું છે. ફિલ્મોમાંથી બ્રેક લઈને જૂહી ચાવલાએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જૂહી ચાવલાને જાહ્નવી મહેતા અને અર્જુન મહેતા નામના બે બાળકો છે. જોકે જૂહી ચાવલાના પતિની જેમ તેના બાળકો પણ લાઈમ લાઈટ થી દૂર રહે છે. પરંતુ તાજેતરમાં જ જૂહી ચાવલાની દીકરી મેહતાનો ફોટો વાયરલ થયો છે અને લોકોમાં હવે તેના નામની ચર્ચા શરૂ થઈ છે. 

આ પણ વાંચો:

જાહ્નવી મહેતા લુકની બાબતમાં તેની માતા જુહી જેવી જ સુંદર દેખાય છે. લોકો તેને તેની માતાની કાર્બન કોપી કહી રહ્યા છે. જોકે એ વાત અલગ છે કે જાહ્નવી પોતાની માતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા નથી ઈચ્છતી. તેને સ્પોર્ટ્સમાં રુચિ છે અને તે એક રાઈટર બનવા ઈચ્છે છે. જૂહી ચાવલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી દીકરા અર્જુનના જન્મદિવસ પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં એક તસવીરમાં જાહ્નવી અને અર્જુન સાથે જોવા મળે છે. 

 

પોતાના બંને બાળકોના ફોટા શેર કરીને જૂહી ચાવલાએ દીકરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એક મુલાકાત દરમિયાન જૂહી ચાવલા એ જણાવ્યું હતું કે જાહ્નવીને વાંચવાનો બહુ જ શોખ છે. તેને દુનિયામાં સૌથી વધારે પ્રિય પુસ્તકો છે. સાથે જ જોઈએ એ પણ જણાવ્યું હતું કે જાહ્નવીને અભિનેત્રી નથી બનવું પરંતુ રાઇટર બનવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news