ફન્ને ખાન: ઐશ્વર્યા રાયનો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ગ્લેમરસ અવતારમાં જોવા મળી

ફિલ્મના રિલીઝ પહેલાં ઐશ્વર્યાના ફર્સ્ટ લુકને શેર કર્યો છે. પોતાના લુકમાં ઐશ્વર્યા ખૂબ ગ્લેમરસ લાગી રહી છે અને ગોગલ્સ પહેરીને નજરે પડી રહી છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 14, 2018, 12:45 PM IST
ફન્ને ખાન: ઐશ્વર્યા રાયનો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ગ્લેમરસ અવતારમાં જોવા મળી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આમ તો મોટાભાગે પોતાની સુંદરતા અને ફોટાને લઇને ચર્ચામાં આવે છે પરંતુ આ વખતે તે પોતાની ફિલ્મને લઇને ચર્ચામાં છે. જો કે, ઐશ્વર્યા ટૂંક સમયમાં ફિલ્મ 'ફન્ને ખાન'માં જોવા મળશે અને આ ફિલ્મમાં તે એક સિંગરનું પાત્ર ભજવતી જોવા મળશે. ઐશ્વર્યાની આ ફિલ્મ ગત એક વર્ષથી ચર્ચામાં છે અને આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. 

જો કે ફિલ્મની રિલીઝ પહેલાં ઐશ્વર્યાના ફર્સ્ટ લુકને શેર કરવામાં આવી રહ્યો છે. પોતાના આ લુકમાં ઐશ્વર્યા ખૂબ ગ્લેમરસ લાગી રહી છે અને ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરમાં તે કાળા રંગના ટોપ ઉપર આર્મી પ્રિંટનું જેકેટ પહેરેલી નજરે પડે છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને અનિલ કપૂર પણ મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને 15 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે આ ફિલ્મની કહાની ઓસ્કર નોમિનેટેડ 'એવ્રીબડી ઇઝ ફેમસ'માંથી લેવામાં આવી છે જે વર્ષ 2000માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં પિતા પોતાની પુત્રીને કોમ્પીટિશનમાં જીતાડવા માટે ફેમસ ગાયકોનું અપહરણ કરી લે છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રાજકુમાર પહેલીવાર એક સાથે નજરે પડશે. આ એક મ્યૂઝિકલ ડ્રામા ફિલ્મ છે અને તેનું નિર્માણ રાકેશ ઓમ પ્રકાશ મહેરા કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં પણ ફિલ્મના સેટ પરથી ઐશ્વર્યાની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી જેમાં તે ઐશ્વર્યા સિંપલ લુકમાં જોવા મળી હતી.