પોલીસના યૂનિફોર્મમાં રાની મુખર્જીની ધમાકેદાર વાપસી, પાવરફુલ છે 'મર્દાની 2'નો First Look

મર્દાનીના પ્રથમ ભાગને પ્રદીપ સરકારે દિગ્દર્શિત કર્યો હતો. મર્દાની 2નું દિગ્દર્શન પર્દાપણ કરવા જઈ રહેલા ડાયરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે. 

પોલીસના યૂનિફોર્મમાં રાની મુખર્જીની ધમાકેદાર વાપસી, પાવરફુલ છે 'મર્દાની 2'નો  First Look

નવી દિલ્હીઃ બોલીવુડમાં પોતાની અભિનયથી તમામમું દિલ જીતનારી અભિનેત્રી રાની મુખર્જી લગ્ન અને પુત્રના જન્મ બાદ ફરીથી કમબેક કરી ચુકી છે. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની ફેન્ચ વચ્ચે ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મનો સીક્વલ પાર્ટ ઝડપથી રિલીઝ માટે તૈરાય છે. ફિલ્મથી રાની મુખર્જીનો ફર્સ્ટ લુક પણ આઉટ કરી દેવામાં આવ્યો છે. યશ રાજ ફિલ્મ્સે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર મર્દાની શિવાની શિવાજી રોયની પ્રથમ ઝલક શેર કરી છે. 

રાની મુખર્જી મોટા પડદા પર છેલ્લીવાર 2018માં ફિલ્મ 'હિચકી'માં જોવા મળી હતી. મર્દાનીના પ્રથમ ભાગનું નિર્દેશન પ્રદીપ સરકારે કર્યું હતું. મર્દાની-2નું દિગ્દર્શન પર્દાપણ કરવા જઈ રહેલા ડાયરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવશે. ફિલ્મ આ વર્ષના અંતે રિલીઝ થાય તેવી સંભાવના છે. 

— Yash Raj Films (@yrf) April 30, 2019

મહત્વનું છે કે રાની મુખર્જી સ્ટારર ફિલ્મ 'હિચકી' ચીની બોક્સ-ઓફિસ પર મોટી કમાણી કરવામાં સફળ રહી હતી. મહત્વનું છે કે આ પહેલા આમિર ખાનની દંગલ, સીક્રેટ સુપરસ્ટાર, ઇરફાન ખાનની હિન્દી મીડિયમ જેવી ફિલ્મએ ચીનમાં સારો વ્યાપાર કર્યો હતો. તેનાથી નક્કી છે કે ભારતીય ફિલ્મોને દેશની બહાર પણ ચીન તરીકે એક મોટુ બજાર મળી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news