‘કલંક’નું પહેલી ગીત રિલીઝ, જબરદસ્ત છે માધુરી અને આલિયાની જુગલબંધી

17 એપ્રિલે રિલીઝ થશે કલંક

‘કલંક’નું પહેલી ગીત રિલીઝ, જબરદસ્ત છે માધુરી અને આલિયાની જુગલબંધી

મુંબઈ : ધર્મા પ્રોડક્શનની બહુ ગાજેલી ફિલ્મ કલંકનું પહેલું ગીત ઘર મોરે પરદેસિયા રિલીઝ થઈ ગયું. આ ગીતમાં માધુરી દીક્ષિત અને આલિયા ભટ્ટની જબરદસ્ત જુગલબંધી જોવા મળી રહી છે. આ ગીતમાં વરૂણ અને આલિયાના પાત્ર ઝફર અને રૂપના સાચા ઇશ્કની ઝલક જોવા મળે છે. 

ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી.

માધુરી આ ગીતમાં ડાન્સ નથી કરતી પણ તેના એક્સપ્રેશન ઘણું બધું કહી જાય છે. આ ઉંમરે પણ માધુરીની સુંદરતા બેજોડ છે. શ્રેયા ઘોષાલે ઘણા સમય પછી ગીત ગાયુ છે. આ ફિલ્મ ભારતના ભાગલા પડ્યા એ સમયગાળામાં આકાર લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news