Banned Bollywood Movies: ફિલ્મી પડદે રિલીઝ ન થઈ શકી આ બોલ્ડ બોલીવુડ ફિલ્મો, યુટ્યૂબ પર સર્ચ કરી કરીને જોઈ લોકોએ

Banned Bollywood Movies: આમ તો બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જેને સેન્સર બોર્ડ રિલીઝ થતા અટકાવી દે છે. આજે તમને આવી જ કેટલીક બોલ્ડ ફિલ્મો વિશે જણાવીએ જેને સેન્સર બોર્ડે બેન કરી છે પરંતુ યુટ્યુબ પર તેનું પ્રસારણ થતાં જ લાખો લોકોએ તેની મજા માણી.

Banned Bollywood Movies: ફિલ્મી પડદે રિલીઝ ન થઈ શકી આ બોલ્ડ બોલીવુડ ફિલ્મો, યુટ્યૂબ પર સર્ચ કરી કરીને જોઈ લોકોએ

Banned Bollywood Movies: આમ તો બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી હોય છે જેને સેન્સર બોર્ડ રિલીઝ થતા અટકાવી દે છે. બોલીવુડની કેટલીક બોલ્ડ સીનથી ભરપૂર ફિલ્મો એવી છે જે આજ સુધી સિનેમા હોલમાં રિલીઝ થઈ શકી નથી. કારણ કે સેન્સર બોર્ડે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ સેન્સર બોર્ડના પ્રતિબંધ પછી પણ ફિલ્મ મેકર્સે આ ફિલ્મોને યુટ્યુબ પર રિલીઝ કરી દીધી છે. યુટ્યુબ પર રિલીઝ થયા પછી આ ફિલ્મને લોકોએ સર્ચ કરી કરીને જોઈ છે. આજે તમને આવી જ કેટલીક બોલ્ડ ફિલ્મો વિશે જણાવીએ જેને સેન્સર બોર્ડે બેન કરી છે પરંતુ યુટ્યુબ પર તેનું પ્રસારણ થતાં જ લાખો લોકોએ તેની મજા માણી.

યુઆરએફ પ્રોફેસર

આ ફિલ્મ પંકજ અડવાણી એ બનાવી હતી. આ ફિલ્મને સેન્સર બોર્ડે એમ કહીને પ્રતિબંધ કરી દીધી હતી કે તેમાં અશ્લીલતા પીરસવામાં આવી છે. જોકે જ્યારે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી તો લોકોએ તેની ખૂબ મજા માણી હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં જોશી અને અંતરાલી હતા.

અનફ્રીડમ

વર્ષ 2014માં બનેલી આ ફિલ્મ સમલૈંગિકતા પર આધારિત છે. આ ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ફિલ્મમાં પણ વિવાદ સર્જી શકે તેવી શક્યતા અને બોલ્ડ કન્ટેન્ટના કારણે પ્રતિબંધિત થઈ હતી. જોકે તેના ફિલ્મ મેકર્સે પણ તેને યુટ્યુબ પર જ રિલીઝ કરવી પડી હતી. 

કામસૂત્ર 3d

આ ફિલ્મ બોલ્ડ સીનથી ભરપૂર છે જેના કારણે સેન્સર બોર્ડે તેની રિલીઝ અટકાવી દીધી હતી. આ ફિલ્મની મુખ્ય કલાકાર શર્લીન ચોપડા અને આભા પોલ હતી. આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થવાની હતી પરંતુ તેની રિલીઝ અટકી જતા તેને પણ યુટ્યુબમાં જ રિલીઝ કરવી પડી. 

સિન્સ

આ ફિલ્મમાં ઘણા બધા ન્યુડ સીન બતાવવામાં આવ્યા હતા. સૌથી પહેલા જ્યારે મુવી નું ટ્રેલર રિલીઝ થયું તો હોબાળો મચી ગયો હતો. ત્યાર પછી જ્યારે આ ફિલ્મ સેન્સર બોર્ડ પાસે પહોંચી તો તેના બોલ્ડ કન્ટેન્ટના કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ ફિલ્મ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ કરવામાં આવી.

ધ પેન્ટેડ હાઉસ

તો પેન્ટેડ હાઉસમાં પણ ઘણા બધા બોલ્ડ સીન છે જેના કારણે આ ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂકી દીધો. જોકે આ ફિલ્મમાં પણ યુટ્યુબ પર સરળતા થી સર્ચ કરીને જોઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news