Film Crew: જબરદસ્ત હેરાફેરી કરવા આવી રહી છે કરીના, તબ્બૂ અને કૃતિ સેનનની ફ્લાઈટ, જુઓ Trailer

Crew Trailer: ક્રૂ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર, ક્રિતી સેનન ઉપરાંત દિલજિત દોસાંજ અને કપિલ શર્મા પણ જોવા મળશે. ક્રૂ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓ એર હોસ્ટેસ છે જ્યારે દિલજીત દોસાંજ એરપોર્ટ કસ્ટમ ઓફિસરની ભૂમિકામાં છે. ફિલ્મમાં કપિલ શર્માનો પણ મહત્વનો રોલ છે.

Film Crew: જબરદસ્ત હેરાફેરી કરવા આવી રહી છે કરીના, તબ્બૂ અને કૃતિ સેનનની ફ્લાઈટ, જુઓ  Trailer

Crew Trailer: કરીના કપૂર, ક્રિતી સેનન અને તબ્બુ ની ફિલ્મ ક્રુની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરને પણ ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓ એરહોસ્ટેસના પાત્રમાં જોવા મળશે. એરહોસ્ટેસ બનીને આ ત્રણેય અભિનેત્રી જબરદસ્ત હેરાફેરી કરશે. 

ક્રૂ ફિલ્મમાં તબ્બુ, કરીના કપૂર, ક્રિતી સેનન ઉપરાંત દિલજિત દોસાંજ અને કપિલ શર્મા પણ જોવા મળશે. ક્રૂ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓ એર હોસ્ટેસ છે જ્યારે દિલજીત દોસાંજ એરપોર્ટ કસ્ટમ ઓફિસરની ભૂમિકામાં છે. ફિલ્મમાં કપિલ શર્માનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

આ ફિલ્મ 29 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પહેલી વખત ક્રિતી સેનન તબ્બુ અને કરીના સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ રિયા કપૂર અને એકતા કપૂર એ કર્યું છે. ફિલ્મના ટ્રેલર પરથી અંદાજ આવી જાય છે કે ક્રૂ ફિલ્મની સ્ટોરી ખુબ જ રસપ્રદ હશે અને તેમાં ત્રણેય અભિનેત્રીઓ ચોરી કરતી જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news