Indian Idol-12 ના સ્ટાર સિંગર પવનદીપ અને અરૂણિતાને લોન્ચ કરશે હિમેશ રેશમિયા

સુરુર-2021 પછી હિમેશ રેશમિયાએ એક મ્યૂઝિકલ આલ્બમ મૂડ્સ વિથ મેલડીઝ વોલ્યૂમ-11ની જાહેરાત કરી હતી. 21 જૂને વર્લ્ડ મ્યૂઝિક ડે પર હિમેશ રેશમિયા પોતાના પહેલા સોંગની રિલિઝ ડેટનો ખુલાસો કરશે. તેમાં તે પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલને એકસાથે લોન્ચ કરશે. હિમેશ રેશમિયાને પવનદીપ અને અરુણિતાના અવાજની સાથે પોતાના કંપોઝિશનને લઈને ઘણો વિશ્વાસ છે.

Indian Idol-12 ના સ્ટાર સિંગર પવનદીપ અને અરૂણિતાને લોન્ચ કરશે હિમેશ રેશમિયા

મુંબઈઃ સુરુર-2021 પછી હિમેશ રેશમિયાએ એક મ્યૂઝિકલ આલ્બમ મૂડ્સ વિથ મેલડીઝ વોલ્યૂમ-11ની જાહેરાત કરી હતી. 21 જૂને વર્લ્ડ મ્યૂઝિક ડે પર હિમેશ રેશમિયા પોતાના પહેલા સોંગની રિલિઝ ડેટનો ખુલાસો કરશે. તેમાં તે પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલને એકસાથે લોન્ચ કરશે. હિમેશ રેશમિયાને પવનદીપ અને અરુણિતાના અવાજની સાથે પોતાના કંપોઝિશનને લઈને ઘણો વિશ્વાસ છે.

 

ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ-12ના જજ હિમેશ રેશમિયા શોના સ્પર્ધક પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. હિમેશ પોતાના આલ્બમ મૂડ્સ વિથ મેલડીઝના પહેલા ગીતમાં બંનેને લોન્ચ કરશે. પવનદીપ અને અરુણિતા દર્શકોના માનીતા છે અને આ જ કારણ છે કે તેમના ફેન્સ આ સમાચાર જાણીને ખુશખુશાલ થઈ ગયા છે.

પવનદીપ-અરુણિતાને લોન્ચ કરશે હિમેશ:
ઈન્ડિયન આઈડલ-12માં પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલની સિંગિંગને ખૂબ પસંદ કરવામાં આવે છે. તે ઉપરાંત બંનેની વચ્ચે લવ એન્ગલના કારણે પણ બંને ચર્ચામાં રહે છે. પવનદીપ અને અરુણિતાની સિંગિંગ ટેલેન્ટના વખાણ અનેક મહેમાન કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની પ્રશંસાના પુલ બાંધવામાં આવે છે. હવે જજ હિમેશ રેશમિયાએ પવનદીપ અને અરુણિતાની પ્રતિભાને જોતાં તેમને સાથે લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

હિમેશને પવનદીપ-અરુણિતાના અવાજમાં વિશ્વાસ:
સુરુર-2021 પછી હિમેશ રેશમિયાએ એક મ્યૂઝિકલ આલ્બમ મૂડ્સ વિથ મેલડીઝ વોલ્યૂમ-11ની જાહેરાત કરી હતી. 21 જૂને વર્લ્ડ મ્યૂઝિક ડે પર હિમેશ રેશમિયા પોતાના પહેલા સોંગની રિલિઝ ડેટનો ખુલાસો કરશે. તેમાં તે પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલને એકસાથે લોન્ચ કરશે. હિમેશ રેશમિયાને પવનદીપ અને અરુણિતાના અવાજની સાથે પોતાના કંપોઝિશનને લઈને ઘણો વિશ્વાસ છે. આ બંને સિંગર એક રોમેન્ટિક સોંગમાં પણ અવાજ આપી ચૂક્યા છે.

હિમેશ રેશમિયાએ શેર કરી જાણકારી:
બંનેનો સાથે ફોટો શેર કરતાં હિમેશ રેશમિયાએ કેપ્શનમાં લખ્યું કે વર્લ્ડ મ્યૂઝિક ડે 21 જૂને હું તે ગીતની રિલીઝની તારીખની જાહેરાત કરીશ. જેને હું સુપર સિંગર્સ પવનદીપ રાજન અને અરુણિતા કાનજીલાલ માટે પોતાના નવા મ્યૂઝિક આલ્બમના રૂપમાં કંપોઝ કર્યું છે. હિમેશ રેશમિયાએ આગળ લખ્યું કે આ કંપોઝિશન ટાઈટલ મૂડ્સ વિથ મેલડીઝ છે. આલ્મબનું પહેલું સોંગ મેં ક્રિએટ કર્યું છે. અને પવનદીપ અને અરુણિતાએ તેને અવાજ આપ્યો છે. આ ગીત સમીર અંજાને લખ્યું છે. તમને આ ગીત પસંદ આવશે. ટૂંક સમયમાં આ ગીત અત્યાર સુધીનું સૌથી રોમેન્ટિક ટ્રેક આવશે. તેને પોતાનો બધો પ્રેમ આપો.

જજની ભૂમિકામાં છે હિમેશ, નેહા અને વિશાલ:
ઈન્ડિયન આઈડલ-12ની વાત કરીએ તો આ શોમાં હિમેશ રેશમિયાની સાથે નેહા કક્કર અને વિશાલ દદલાની પણ જજની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં અનુ મલિક, મનોજ મુંતશિર અને સોનુ કક્કર હાલમાં જજની ખુરશી સંભાળી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ-12 છેલ્લાં ઘણા સમયથી વિવાદોમાં રહ્યો છે. જેના કારણે શોના સ્પર્ધક અને હોસ્ટ આદિત્ય નારાયણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news