Housefull 4 : હાઉસફુલ 4 નું આવી ગયું મજેદાર પોસ્ટર, ખતરનાક બાલા અને માસૂમ હેરી બનશે અક્ષય કુમાર

હાઉસફુલ 4 ફિલ્મનું (Housefull 4 Poster) નવું પોસ્ટર સામે આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) ડબલ રોલમાં દેખાઇ રહ્યો છે. જેમાં ખતરનાક બાલા (Bala) અને માસૂમ હેરી (Harry) બનશે અક્ષય કુમાર.

Housefull 4 : હાઉસફુલ 4 નું આવી ગયું મજેદાર પોસ્ટર, ખતરનાક બાલા અને માસૂમ હેરી બનશે અક્ષય કુમાર

નવી દિલ્હી : ફેન્સની ઉત્સુકતાનો છેવટે અંત આવ્યો છે અને બોલીવુડ સ્ટાર ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી હાઉસફુલ 4 (Housefull 4) ના પોસ્ટર લાવ્યા છે. આ ફિલ્મની સિરીઝમાં અગાઉ અક્ષય કુમાર પનોતી બનતા દેખાયા હતા તો ક્યારેક એમનો સુંડી અંદાજ પણ દર્શકોને ગમ્યો હતો. પરંતુ આ વખતે હાઉસફુલ 4 ફિલ્મની વાર્તા 600 વર્ષની લાંબી સફર કરશે અને 1419થી 2019 દરમિયાનના સમયમાં અક્ષય અલગ અલગ અંદાજમાં નજર આવશે. મંગળવારે અક્ષય કુમારે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે અને આજે આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. આ અગાઉ બે પોસ્ટર સામે આવ્યા હતા. 

આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં દેખાય છે. એક હશે 1419 ના રાજકુમાર બાલાનું જેનો લુક ઘણો જ ખતરનાક છે. તીર ચલાવતા બાલાનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરાયો છે જે ઘણો જ ખતરનાક છે. જેની નીચે કેપ્શનમાં લખાયું છે કે, બાલા શેતાન કા સાલા... તો બીજી તરફ અક્ષય કુમારનો બીજો રોલ છે હેરીનો જે લંડન રિટર્ન છે. બીજા પોસ્ટરમાં સ્પષ્ટ છે કે આ પુન: જન્મની વાર્તા છે. જુઓ હાઉસફુલ 4 ના નવા બે પોસ્ટર. તમને જણાવીએ કે આ ફિલ્મનું ટ્રેલર શુક્રવારે 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે. 

એક દિવસ પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું છે. અક્ષય કુમારે આ ફિલ્મનું ટીજર શેયર કરતાં લખ્યું છે કે, હાઉસફુલ 4 ની ગુદગુદાવનારી સવારી માટે ગિયર અપ કરો જે તમને 1419 માં પાછા લઇ જશે. અહીં નોંધનિય છે કે, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત હાઉસફુલ 4 એ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ, પૂજા ગર્ગ અને અન્ય કલાકારો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news