મણિકર્ણિકાએ બીજા સપ્તાહે કરી 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

મણિકર્ણિકાએ રિલીઝના બીજા સપ્તાહે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મમાં કંગના રનોત રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં છે. 
 

મણિકર્ણિકાએ બીજા સપ્તાહે કરી 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ બોલીવુડની ક્વીન કંગના રનોતની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ મણિકર્ણિકાએ સિરીઝના બીજા સપ્તાહે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ એન્ટ્રી વર્લ્ડવાઇક ક્લબમાં થઈ પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાની ધાક જમાવી છે. ભારતમાં ફિલ્મએ 10 દિવસમાં 76.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનેલી ફિલ્મમાં કંગના રનોત મુખ્ય ભૂમિકામાં છે. 

ફિલ્મની વર્લ્ડવાઇક કમાણી વિશે પોસ્ટ કરતા કંગનાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બોક્સ ઓફિસના આંકડા શેર કરવામાં આવ્યા છે. 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

લક્ષ્મીબાઈના અવતારમાં કંગનાએ જીત્યું દિલ
કંગના રનોતની આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી બિગ બજેટ ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી હિન્દી અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડૈની અને અંકિતા લોખંડે પણ મુખ્ય ભૂમિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news