T20 વિશ્વકપની ટ્રોફીનું અનાવરણ કરશે કરીના કપૂર

ભારતીય અભિનેત્રી કરીના કપૂર ખાન મેલબોર્નમાં પુરૂષ અને મહિલા ટી20 વિશ્વકપની ટ્રોફીનું અનાવરણ કરશે. 

T20 વિશ્વકપની ટ્રોફીનું અનાવરણ કરશે કરીના કપૂર

મુંબઈઃ ભારતીય અભિનેત્રી કરીના કપૂર ખાન (kareena kapoor) મેલબોર્નમાં પુરૂષ અને મહિલા ટી20 વિશ્વકપની ટ્રોફીનું (t20 world cup trophies) અનાવરણ કરશે. આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ 2020નું આયોજન ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી કરવામાં આવશે. મહિલા ટી20 વિશ્વકપ પણ 2020મા 21 ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી રમાશે. 

કરીનાએ નિવેદનમાં કહ્યું, 'આ પ્રતિષ્ઠિત ઘટનાનો ભાગ બનીને સન્માન અનુભવી રહી છું. હું તે તમામ મહિલાઓને પ્રોત્સાહિત કરવા ઈચ્છુ છું જે પોતાના સપનાને સાકાર કરવા માટે પોતાના દેશ માટે રમી રહી છે. તે બધી પ્રેરણાસ્ત્રોત છે.'

તેણે કહ્યું, 'મારા દિવંગત સસરા ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમનાર મહાન ક્રિકેટરોમાથી એક હતા અને ટ્રોફીનું અનાવરણ મારા માટે સન્માનની વાત છે.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news