Koena Mitraએ Twitter પર લગાવ્યો ગંભીર આરોપ, પોસ્ટ લખી જણાવ્યુ દુ:ખ

અભિનેત્રી કોએના મિત્રા (Koena Mitra)એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, ટ્વિટર (Twitter) તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે અને તેના ઘણા ફોલોઅર્સને સસ્પેન્ડ કરી રહ્યું છે. કોએનાએ કહ્યું, મારા ઘણા ફોલોવર્સ મને ફોન કરે છે અને મને વોટ્સએપ પર મેસેજ કરે છે કે તેનું એકાઉન્ટ વગર કોઈ કારણે સસ્પેન્ડ અથવા પ્રતિબંધિત કરવામાં આવી રહ્યું છે અને તેમને સમય પર મારા ટ્વીટ જોવા મળતા નથી.
Koena Mitraએ Twitter પર લગાવ્યો ગંભીર આરોપ, પોસ્ટ લખી જણાવ્યુ દુ:ખ

નવી દિલ્હી: અભિનેત્રી કોએના મિત્રા (Koena Mitra)એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, ટ્વિટર (Twitter) તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે અને તેના ઘણા ફોલોઅર્સને સસ્પેન્ડ કરી રહ્યું છે. કોએનાએ કહ્યું, મારા ઘણા ફોલોવર્સ મને ફોન કરે છે અને મને વોટ્સએપ પર મેસેજ કરે છે કે તેનું એકાઉન્ટ વગર કોઈ કારણે સસ્પેન્ડ અથવા પ્રતિબંધિત કરવામાં આવી રહ્યું છે અને તેમને સમય પર મારા ટ્વીટ જોવા મળતા નથી.

— Koena Mitra (@koenamitra) October 30, 2020

એક સંભવિત સ્પષ્ટીકરણ રજૂ કરાત અભિનેત્રીએ કહ્યું, કલાકારોએ રાજકીય રીતે સાચા હોવું જરૂરી છે, પરંતુ જ્યારે હું કોઈ વિષય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની વાત કરું છું તો હું ઘણી વખત રાજકીય વિષયોમાં પણ પક્ષ પસંદ કરું છું. જ્યારે હું રમખાણો અથવા અરાજકતા અથવા ચર્ચાને જોવું છું, તો કૂટનીતિનો સહારો લેવાની જગ્યાએ પાર્ટી મારી જાતે પસંદ કરું છું. મને લાગે છે કે, તે આ પસંદ કરતા નથી.

કોએનાએ તેના દાવાને યોગ્ય સાબિત કરવા માટે આંકડા પણ રજૂ કર્યા છે જેમાં છેલ્લા કેટલાક વર્ષમાં તેના ફોલોવર્સની સંખ્યા ઘટી રહી છે.

— Koena Mitra (@koenamitra) October 30, 2020

તેણે જણાવ્યું કે, મે અચાનક 300 ફોલોવર્સ ગુમાવ્યા છે. મે એક સમયમાં માત્ર 10 દિવસમાં લગભગ 2 લાખ ફોલોવર્સ ગુમાવ્યા છે. વર્ષ 2018માં મારા લગભગ 755 હજાર ફોલોવર્સ હતા જે ઘટી 2 લાખ થઇ ગયા. તેમણે મારા ફોલોવર્સની ગણતરી 2,60,000 અથવા 2,80,000ને પાર થવા દીધા નહી. જે ક્ષણ અથવા આંકડા પાર કરી જાય છે તો ઘટીને 2,60,000 થઈ જાય છે. આવુ માત્ર એક વખત નહીં મારી સાથે ઘણી વખત થયું છે. મેં 2018થી અત્યાર સુધીમાં સાડા 5 લાખથી વધારે ફોલોવર્સ ગુમાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news