પુલવામા હુમલા મુદ્દે થરૂરે ભાજપને પૂછ્યુ- આખરે કઈ વાત માટે માફી માગે કોંગ્રેસ?

Shashi Tharoor on pulwama attack: શશિ થરૂર (Shashi Tharoor)એ શનિવારે પોતાના ટ્વીટમા લખ્યુ કે, હું અત્યાર સુધી સમજી શકતો નથી કે આખરે કોંગ્રેસે કઈ વાતની માફી માગવી જોઈએ. 
 

પુલવામા હુમલા મુદ્દે થરૂરે ભાજપને પૂછ્યુ- આખરે કઈ વાત માટે માફી માગે કોંગ્રેસ?

નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા  (Pulwama Terrorist Attack)ને લઈને પાકિસ્તાન (Pakistan)ની સંસદમાં ઇમરાન ખાનના મંત્રીની કબુલાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi)એ વિપક્ષ પર નિશાન સાધ્યુ છે. તો હવે પ્રધાનમંત્રી તરફથી વિપક્ષ પાસે આ મુદ્દા પર માફી માગવાની વાત કોંગ્રેસને પસંદ આવી નથી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે હવે તેને લઈને ભાજપને સવાલ પૂછ્યો છે. 

હકીકતમાં પાકિસ્તાનના મંત્રીનું નિવેદન આવ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા દેશની માફી માગવાની માગ કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, ષડયંત્રની કહાનીઓ ઘડવા અને હુમલાને લઈને આપવામાં આવેલા નિવેદનો પર કોંગ્રેસે માફી માગવી જોઈએ. તેના પર જવાબ આપતા તિરૂવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યુ કે, હજુ હું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આખરે કોંગ્રેસ કઈ વાતની માફી માગે. 

'કોંગ્રેસ પાર્ટીએ કઈ વાતની માફી માગવી પડશે'
થરૂરે કહ્યુ, 'હું હજુ તે વાતને સમજી શકતો નથી કે કોંગ્રેસ પાર્ટીએ કઈ વાતની માફી માગવી પડશે? શું તે વાત માટે કે અમે આશા કરીએ કે અમારી સરકાર આપણા જવાનોની સુરક્ષાની ખાતરી કરે? અથવા તે માટે કે અમે આ રાષ્ટ્રીય ત્રાસદીનું રાજનીતિકરણ ન કર્યું? કે પછી શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે અમારે માફી માગવી પડશે?'

.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટમા કહ્યુ હતુ કે પાકિસ્તાને પુલવામા આતંકી હુમલામાં તેનો હાથ હોવાની વાત માની લીધી છે. હવે કોંગ્રેસ અને અન્ય લોકોએ જેણે ષડયંત્રની સ્ટોરી બનાવી હતી, તેણે પોતાના નિવેદનોને લઈને દેશની માફી માગવી જોઈએ.

પાકિસ્તાનના મંત્રીએ સ્વીકારી પુલવમા હુમલાની વાત
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ ગુરૂવારે સંસદમાં સ્વીકાર્યુ કે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યુ કે, પુલવામા હુમલો પાકિસ્તાનની સફળતા છે. ફવાદ ચૌધરીએ કહ્યુ કે, પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક ઉપલબ્ધિ છે. બાદમાં ફવાદે પોતાના નિવેદનોથી સફાઈ આપી અને કહ્યુ કે, મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તે આતંકવાદની નિંદા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news