યે હે મોહબ્બતેં : હવે મરશે બીજું મહત્વનું પાત્ર, લેટેસ્ટ ટ્વિસ્ટ જાણવા કરો ક્લિક
હાલમાં આ સિરિયલમાં 8 મહિનાનો જમ્પ આવ્યો છે
Trending Photos
મુંબઈ : હાલમાં ટેલિવિઝન સિરિયલ 'યે હે મોહબ્બતેં'માં 8 મહિનાના જમ્પ પછી સ્ટોરીમાં નવો વળાંક આવી રહ્યો છે. આ શોમાં ઇશિતાએ રોશનીને બચાવવા માટે દીકરા આદિત્યની હત્યા કરી દીધી છે. આ સંજોગોમાં આખો પરિવાર ઇશિતાને ખુની માને છે અને હાલમાં ઇશિતા પોતાના પરિવારથી અલગ રહે છે.
સિરિયલમાં નવો વળાંક લાવવા માટે અનેક બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ સિરિયલમાં એક બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો છે. આ શોમાં બહુ જલ્દી રોશની મરી જવાની છે. રિપોટ્સ પ્રમાણે રોશની હવે શોમાં આદિત્યના બાળકની માતા બનવાની છે. હાલમાં રોશનની દેખભાળ ઇશિતા કરી રહી છે. હવે શોમાં બહુ જલ્દી રોશનીની ડિલિવરીનો સીન આવવાનો છે અને આ દરમિયાન રોશની મરી જશે. રોશનીના મૃત્યુ પછી આદિત્યના બાળકની કસ્ટડી માટે રમણ ભલ્લા કોર્ટમાં કેસ કરશે. આમ, રમણ અને ઇશિતા વચ્ચે ફરી જોરદાર લડાઈ થવાની છે.
હાલમાં સિરિયલમાં હાઇ લેવલ ડ્રામા જોવા મળી રહ્યો છે પણ આ ડ્રામા ચાહકોને પસંદ નથી આવી રહ્યો. સોશિયલ મીડિયા પર આ શો બંધ કરવાની ડિમાન્ડ વધી રહી છે. જોકે આ એકતા કપૂરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો શો પસંદ ન આવી રહ્યો હોય તો એને જોવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે શોની વાર્તા ઓડિયન્સની પસંદ પ્રમાણે આગળ નથી વધારી શકાતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે